SPG વિવાદ મામલે પૂર્વીન પટેલે કહ્યું; `લાલજી પટેલ અમારી શરતો આધીન સમાધાન કરશે તો જ વાત.. બાકી અમે કામ કરતા રહીશું`
મહત્વનું છે કે અગાઉ ગાંધીનગરમાં કેટલાક હોદ્દેદારો ભેગા થઈને કારોબારીની બેઠક બોલાવ્યા વગર જ નવી નિયુક્તિઓ કરી હતી. જેનાથી વિવાદ સર્જાયા બાદ હવે લાલજી પટેલે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરદાર પટેલ સેવાદળમાં વિવાદ વકર્યો છે. હોદ્દેદારોની નિમણૂંકના વિવાદ બાદ મહેસાણામાં લાલજી પટેલે કારોબારી બેઠક બોલાવી હતી. જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. કારોબારીમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ મુદ્દે લાલજી પટેલે જણાવ્યું હતું કે અગાઉ જે હોદ્દેદારોની નિમણૂક થઈ હતી તે ખોટી રીતે કરવામાં આવી હતી. અગાઉ નિમાયેલા હોદ્દેદારોમાં કોઈ સભ્ય SPGનો નથી. કોઈ પણ ઠરાવ વગર જ નિમણૂક કરવામાં આવી હતી. જેથી ફરી કારોબારી સભ્યોની હાજરીમાં નવી નિમણૂક કરવામાં આવી છે. જેમાં પૂર્વીન પટેલ, ગૌરાંગ પટેલ સહિતના હોદ્દેદારોની બાદબાકી કરવામાં આવી છે.
મહત્વનું છે કે અગાઉ ગાંધીનગરમાં કેટલાક હોદ્દેદારો ભેગા થઈને કારોબારીની બેઠક બોલાવ્યા વગર જ નવી નિયુક્તિઓ કરી હતી. જેનાથી વિવાદ સર્જાયા બાદ હવે લાલજી પટેલે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે. જો કે પૂર્વીન પટેલ કહ્યું લાલજી પટેલ જાહેર કરેલી હોદ્દેદારોની યાદી અમને માન્ય નથી. અમારી શરતોના આધીન સમાધાન થશે. અમે જાહેર કરેલી યાદી જ સાચી છે.
ગુજરાતમાં ક્યારે પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર? IIT મદ્રાસના અભ્યાસમાં મોટો દાવો
SPG વિવાદ મામલે પૂર્વીન પટેલે દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે જાહેર કરેલી કારોબારી સાચી છે. જેથી સમાધાન પણ અમારી શરતોને આધીન રહેશે. સમાજના લોકોનું અમને સમર્થન છે. અમે લોકોની વચ્ચે 2015થી કામ કરી રહ્યા છીએ. અત્યારે પણ તમામ લોકો કામ કરતા રહીશું. લાલજી પટેલે જાહેર કરેલી કારોબારી માન્ય નથી. ક્લોલના કાર્યક્રમમાં તમામ લોકો હાજર રહ્યા હતા, જે સમાજનું સમર્થન બતાવે છે. લાલજી પટેલ અમારી શરતો આધીન સમાધાન કરશે તો જ વાત.. બાકી અમે કામ કરતા રહીશું.
જાણો શું છે સમગ્ર વિવાદ?
પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો હતો. અગાઉ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળ SPG ના રાષ્ટીય અધ્યક્ષના નિર્ણયને દર કિનારે કર્યો હતા. પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા SPGના લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી હતી. હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. SPG ગ્રુપના નવા હોદેદારો નિમવાના મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું હતું.
'મારી સાથે ખરાબ હરકતો થઈ છે, ઘણા સંતોને પ્રબોધ સ્વામી લિપ કિસ કરે છે'
લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપના કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વેચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. 27/7/21 એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા 17 તારીખ સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ.
Diu: ક્યાં ખબર હતી કે એક ક્લિક અંતિમ સેલ્ફી બનશે; નાગવા બીચમાં યુવાનને મળ્યું કરૂણ મોત
મહત્ત્વનું છે કે, પૂર્વે હોદેદારો એ બળવો પોકારી ગઈ કાલે કારોબારી બેઠક બોલાવી હતી. કારોબારી બેઠકમાં SPG ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ,મહામંત્રી, સૌરાષ્ટ્ ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ ઝોનના અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂક કરાઈ હતી. પૂર્વે હોદેદારોએ કોરોનાને પરિણામે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube