IIT મદ્રાસના અભ્યાસમાં દાવો; ગુજરાતમાં હવે દેખાશે ત્રીજી લહેરની સૌથી મોટી પીક, 6 ફેબ્રુઆરી સુધી કેસનો આંક વધશે
કોરોનાને ફેલાવવાનો દર R વેલ્યુ રજૂ કરે છે. R વેલ્યુ એ જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ, કેટલા લોકોને સંક્રમિત કરે છે. જો R વેલ્યુ 1થી વધુ છે તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો 1થી નીચે જોવા મળે તો મહામારીને ખતમ ગણવામાં આવે છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે અઠવાડિયામાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. IIT મદ્રાસે અભ્યાસમાં દાવો કર્યો છે કે 6 ફેબ્રુઆરી સુધી સૌથી વધુ કેસ નોંધાઈ શકે છે. જ્યારે કોઈ દ્વારા સંક્રમણ ફેલાવાનો દર એટલે કે R વેલ્યૂમાં પણ ઘટાડો થઈ શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે. જેથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પીક 14 દિવસમાં જોવા મળી શકે છે.
IIT મદ્રાસે જણાવ્યું છે કે કોરોનાના કેસમાં 6 ફેબ્રુઆરી સુધી એટલે કે 2 સપ્તાહમાં પીક પર પહોંચી જશે. ત્રીજી લહેરનું મુખ્ય કારણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને માનવામાં આવે છે. અભ્યાસ મુજબ ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો દર બતાવનાર R વેલ્યૂ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે 2.2થી ઘટીને 1.57 થઈ ગઈ છે. એવામાં ત્રીજી લહેરની આગામી 15 દિવસમાં પીક જોવા મળી શકે છે.એનાલિસિસના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ એક માત્ર અંદાજ છે..જેમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે.
Diu: ક્યાં ખબર હતી કે એક ક્લિક અંતિમ સેલ્ફી બનશે; નાગવા બીચમાં યુવાનને મળ્યું કરૂણ મોત
R વેલ્યુ શું હોય છે?
કોરોનાને ફેલાવવાનો દર R વેલ્યુ રજૂ કરે છે. R વેલ્યુ એ જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ, કેટલા લોકોને સંક્રમિત કરે છે. જો R વેલ્યુ 1થી વધુ છે તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો 1થી નીચે જોવા મળે તો મહામારીને ખતમ ગણવામાં આવે છે.
R વેલ્યુ ત્રણ વસ્તુ પર નિર્ભર કરે છે
R વેલ્યુ ત્રણ વસ્તુ પર નિર્ભર કરે છે, પ્રસારની આશંકા, સંપર્ક દર અને સંભવિત સમયનો ગેપ, જેમાં સંક્રમણ થઈ શકે છે.
ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાંસમિશનની સ્ટેજમાં પહોંચ્યો
દેશમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે. ઘણાં મહાનગરોમાં પ્રભાવિત થઈ ગયો છે, જ્યાં નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઈન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્સિયમ (INSACOG)એ પોતાના નવા બુલેટિનમાં આ જાણકારી આપી છે. ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ BA2 પણ અનેક જગ્યાએ જોવા મળ્યો છે. દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ગત વર્ષે 2 ડિસેમ્બરે સામે આવ્યો હતો. તે રીતે જોઈએ તો માત્ર 7 સપ્તાહમાં કોમ્યુનિટી ટ્રાંસમિશન સ્ટેજ આવી ગયું છે.
અત્રે નોંધનીય છે કે કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ હવે ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન જોવા મળ્યા હતા. જ્યારે 95 કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં.
ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2ના 38 અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના 41 પરિણામો સામે આવ્યા હતા. ત્યારે આ કેટલો જોખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જોખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજ્યના વધુ એક સંશોધકે કહ્યું છે કે WHOએ હજૂ BA.2ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો નથી. જોકે UK હેલ્થ સિક્યુરિટી એજન્સીએ BA.2 વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે