Girnar Lili Parikrama: દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભક્તો કરે છે. લીલી પરિક્રમા કરીને ભક્તો પુણ્યનું ભાથું બાંધે છે. દર વર્ષે માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ રાજ્યભરમાંથી હજારો ભક્તો લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ પહોંચે છે. લીલી પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. આ પરંપરા 18મી સદી થી ચાલતી આવતી હોવાનું ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. લીલી પરિક્રમા વર્ષોથી કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણના સમયમાં પર્વતોની પૂજા અને પરિક્રમા કરવાની શરૂઆત થઈ હતી તે પરંપરાનું પાલન આજે એક ઉત્સવ તરીકે લીલી પરિક્રમામાં થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દેશનું એવુ અનોખું મંદિર જ્યાં ભગવાનને ચોકલેટનો ભોગ ધરાવાય છે


ભગવાન શ્રીકૃષ્ણએ તેમના સમયમાં લોકોને સંદેશ આપ્યો હતો કે પર્વતને ઈશ્વર સ્વરૂપ માનીને તેમની પૂજા અને પ્રદક્ષિણા કરવી જોઈએ કારણકે તેમના દ્વારા જ જીવન શક્ય બને છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગિરનારની લીલી પરિક્રમા કરેલી છે. લીલી પરિક્રમા દેવ દિવાળી થી શરૂ થાય છે. દેવ ઉઠી એકાદશીના દિવસે યાત્રિકો ભવનાથની તળેટીથી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂનમના દિવસે ભવનાથમાં જ પરિક્રમા પૂરી કરે છે. 


આ પણ વાંચો:દેશના 10 સૌથી અમીર મંદિર : અબજોમાં છે કમાણી, ગુજરાતનું એક મંદિર છે આ લિસ્ટમાં, Pics


વર્ષો પહેલા લીલી પરિક્રમા દરમિયાન લોકો પોતાના ભોજનની વ્યવસ્થા માટેની વસ્તુઓ સાથે લઈને નીકળતા હતા. લોકો પરિક્રમાના રૂટ પર પડાવ બાંધીને રોકાતા, ત્યાં જ ભોજન બનાવી એકબીજાની સાથે ભોજન કરતા. ત્યાર પછી ભજન કીર્તન કરતાં કરતાં ગિરનારની પરિક્રમા કરતા. જોકે સમયની સાથે લીલી પરિક્રમાના રૂટ પર લોકો સેવા માટે ભોજનની વ્યવસ્થા કરવા લાગ્યા છે. 


લીલી પરિક્રમાના પાંચ મહત્વના પડાવ


આ પણ વાંચો: Rajkot: રાજકોટનું અનોખું મંદિર, અહીં સાવરણી ચઢાવવાની માનતા રાખવાથી ઈચ્છા થાય છે પુરી


લીલી પરિક્રમામાં પાંચ મહત્વના પડાવ આવે છે. આ પાંચ પડાવનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. પરિક્રમા નો પહેલો પડાવ ભવનાથ તળેટી હોય છે બીજો પડાવ ઝીણા બાવાની મઢી ગણાય છે. ત્યાર પછી ત્રીજો પડાવ માણવેલા ને ગણવામાં આવે છે. શ્રવણે પણ માતા પિતા સાથે રોકાણ કર્યું હતું તેના પ્રત્યેક સ્વરૂપે અહીં આજે પણ કાવડ જોવા મળે છે. પરિક્રમાનો ચોથો પડાવ બોરદેવી માતાજીનું મંદિર છે. શ્રીકૃષ્ણના સમયમાં અહીં બોરનું જંગલ હતું અહીં જ્યારે શક્તિ સ્વરૂપે માતા બિરાજમાન થયા તો માતાજીને બોરદેવી માતાજી તરીકે પૂજવામાં આવ્યા. પરિક્રમાનો પાંચમો પડાવ સ્વયંભૂ ભવનાથ મહાદેવ છે. પરિક્રમા કર્યા પછી ભક્તો ભવનાથ મહાદેવના ચરણોમાં નકમસ્તક થાય છે અને પરિક્રમા વિધિવત પૂર્ણ થાય છે.