દેશના 10 સૌથી અમીર મંદિર : અબજોમાં છે કમાણી, ગુજરાતનું એક મંદિર છે આ લિસ્ટમાં, Photos
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી અને દેશવાસીઓ માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી. આ મંદિર દેશના સૌથી અમીર મંદિરોમાં સામેલ છે. આવો જાણીએ દેશના એવા ટોચના મંદિરો વિશે જેની કમાણી કરોડોમાં છે...
પદ્મનાભ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ
કેરળમાં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિરને વિશ્વનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ મંદિર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં છે. તેની કુલ સંપત્તિ રૂ. 1,20,000 કરોડની આસપાસ છે. આ મંદિરની દેખરેખ ત્રાવણકોરના ભૂતપૂર્વ શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણા અને સોનાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહીં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ છે, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે.
તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ
દેશના સૌથી ધનિક મંદિરોની યાદીમાં આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર બીજા સ્થાને છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર દાનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી અમીર મંદિર છે. દસમી સદીમાં બનેલા આ મંદિરનું સ્થાપત્ય જોવા જેવું છે. ભક્તો અહીં દર વર્ષે લગભગ 650 કરોડ રૂપિયાનું દાન કરે છે. લાડુનો પ્રસાદ વેચીને મંદિર લાખો રૂપિયાની કમાણી કરે છે. તિરુપતિ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જેને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. મંદિરમાં નવ ટન સોનું અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં રૂ. 14,000 કરોડનો ભંડાર હોવાનું માનવામાં આવે છે.
સાંઈ બાબા મંદિર, શિરડી
આ યાદીમાં ત્રીજા સ્થાને મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈ બાબા મંદિર છે. અહેવાલો અનુસાર, મંદિરના બેંક ખાતામાં લગભગ 1,800 કરોડ રૂપિયા જમા છે, જેમાં 380 કિલો સોનું, 4,428 કિલો ચાંદી અને ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી કરન્સીના રૂપમાં મોટી રકમ છે. 2017માં રામ નવમીના અવસર પર એક અજાણ્યા ભક્ત દ્વારા મંદિરમાં 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.
વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ
વૈષ્ણો દેવી મંદિરને દેશના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. તે ભારતમાં માન્યતા પ્રાપ્ત શક્તિપીઠ મંદિરોમાંનું એક છે. પ્રવાસ માર્ગદર્શિકા TourMyIndia અનુસાર, આ મંદિર દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે તેને દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક બનાવે છે. દર વર્ષે દેશ અને દુનિયામાંથી લાખો લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવે છે.
સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને બિઝનેસ ટાયકૂન સુધી, ઘણી સેલિબ્રિટી અહીં જોવા મળે છે. મંદિર 3.7 કિલો સોનાથી કોટેડ છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, મંદિરને દાન અને પ્રસાદમાંથી લગભગ 125 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
મીનાક્ષી મંદિર, મદુરાઈ
દેશના એવા કેટલાક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે જ્યાં દરરોજ 20 થી 30 હજાર ભક્તો દર્શન માટે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. આ મંદિર પરિસરમાં લગભગ 33,000 શિલ્પો છે. મુખ્ય મૂર્તિ દેવી મીનાક્ષીની છે જે ભગવાન સુંદરેશ્વર (ભગવાન શિવ)ની પત્ની છે. મંદિરમાં બે સોનાની ગાડીઓ છે જે તેની ભવ્યતામાં વધારો કરે છે. દેશના સૌથી ધનિક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે.
જગન્નાથ મંદિર, પુરી
પુરીનું જગન્નાથ મંદિર એ ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે, જે દેશના ખૂણેખૂણેથી અને વિશ્વના દરેક ખૂણેથી તેના ભક્તો પાસેથી વિશાળ દાન મેળવે છે. જો કે મંદિરની ચોક્કસ સંપત્તિ કોઈને ખબર નથી, પરંતુ એવો અંદાજ છે કે મંદિરમાં 100 કિલોથી વધુ સોના અને ચાંદીની વસ્તુઓ છે. પ્રાચીન મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે અને હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થ સ્થળ છે. આ ઉપરાંત મંદિર તેના વાર્ષિક રથયાત્રા ઉત્સવ માટે પણ પ્રખ્યાત છે. આ મંદિરને યુરોપના એક ભક્ત તરફથી 1.72 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું કહેવાય છે.
સોમનાથ મંદિર, ગુજરાત
ગુજરાતનું સોમનાથ મંદિર સોમનાથ મંદિર હંમેશા દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક રહ્યું છે. આ જ કારણ છે કે મહમૂદ ગઝની દ્વારા તેને 17 વખત લૂંટવામાં આવ્યું હતું. આ મંદિરની ગણના આજે પણ ગુજરાતમાં સમૃદ્ધ મંદિર તરીકે થાય છે. આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળમાં બનેલું છે, અને તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે. સોમનાથમાં દર વર્ષે કરોડો રૂપિયા ચઢાવા સ્વરૂપે આવે છે. તેથી તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે.
સબરીમાલા અયપ્પા મંદિર, કેરળ
દેશના સમૃદ્ધ મંદિરોની યાદીમાં આ પણ સામેલ છે. આ મંદિરમાં દર વર્ષે લગભગ 10 કરોડ ભક્તો આવે છે. આ મંદિર પર્વતો અને ગાઢ જંગલોની વચ્ચે સમુદ્ર સપાટીથી 4,133 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી અનોખી ઓળખ એ છે કે અહીં માત્ર પુરુષો જ જઈ શકે છે. આ મંદિર યાત્રા સીઝનમાં લગભગ 230 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
દિલ્હીમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ વિલેજ પાસે 100 એકર જમીન પર બનેલા સ્વામિનારાયણ મંદિરને અક્ષરધામ મંદિર પણ કહેવામાં આવે છે. તેનું નામ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તે 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્થાપત્યને દર્શાવે છે. આ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સોનાની છે.
Trending Photos