સુરતમાં ચોંકાવનારી ઘટના, પાડોશીએ 11 વર્ષીય બાળકની કરી હત્યા
સુરતમાં એક પાડોશીએ 11 વર્ષીય બાળકને ગેમ ટ્રાન્સફર કરવાના બહાને બોલાવીને ગળુ દબાવી હત્યા નિપજાવી છે.
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં 24 કલાક પહેલા 11 વર્ષનો એક બાળક ગુમ થયો હતો. ત્યારબાદ પાડોશીના ઘરેથી તેની લાશ મળતા ચકચાર મચી ગયો હતો. હવે બાળકના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પાંડેસરામાં 11 વર્ષીય બાળકની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. ગેમ ટ્રાન્સફર કરવા બાબતે બાળકની હત્યા કરી દેવામાં આવી છે. પાડોશીએ જ બાળકની હત્યા કરી છે. જ્યારે બાળક ગુમ થયો હતો ત્યારે આ પૂર્વ પડોશી બાળકના પિતાની સાથે તેની શોધખોળ કરી રહ્યો હતો. તેના જ ઘરેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા સિક્યોરિટી ગાર્ડ સંતોષના 11 વર્ષીય પુત્ર આકાશ તિવારી મંગળવારે બપોરે માતાને પરાઠા બનાવી રાખ હું આવું છું કહીને ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ આકાશની કોઈપણ જાણકારી પરિવારને મળી નહોતી. પરિવારે બાળકને આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારે પાંડેસરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ કરવા અરજી આપી હતી.
સુરતમાં ડોક્ટરની હેવાનિયત, 16 વર્ષની ટ્રેઇની નર્સની કરી છેડતી
તે દરમિયાન પરિવારના સભ્યો બાળકની શોધખોળ કરી રહ્યાં હતા. ત્યારે તેમના પૂર્વ મકાન માલિક રાજેશ ચૌધરી પણ તે સમયે હાજર હતો અને પરિવારની સાથે બાળકની શોધખોળ કરી રહ્યો હતો. બપોરે ગુમ થયેલા આકાશની લાશ મંગળવારે રાત્રે 9:30 કલાકે તેમના જ પૂર્વ મકાન માલિકના ઘરમાંથી મળી આવી હતી. કે જે બપોરથી પરિવારની સાથે બાળકની શોધખોળ કરી રહ્યો હતો. જો કે બાળકના મૃતદેહ પર કોઈપણ ઇજાના નિશાન ન હોવાના કારણે બાળકનું મોત કઈ રીતે થયું છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે, પાડોશીએ 11 વર્ષીય બાળકને ગેમ ટ્રાન્સફર કરવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. હાલ તો આ આરોપી પોલીસના કબજામાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube