સુરત : કોરોનાના ફફડાટ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકોને સતત 24 કલાક વીજ પુરવઠ્ઠો મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી કાળમુખા કોરોના વાયરસના સંક્રમણની અસર સતત જોવા મળી રહી છે. પરિણામ હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના  મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમણ સામે જઝુમી રહ્યા છે. 21 જેટલા કર્મચારીઓ તો મેતને ભેટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના દર્દીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા 95 વર્ષના સ્વતંત્ર સેનાની, PM મોદીનું સતત મોનીટરીંગ


ડેપ્યુટી એન્જિનિયર, ઇલેક્ટ્રીક આસિસ્ટન એન્જિનિયર સહિતનાં કર્મચારીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં પાલે, સુરત, વલસાડ અને રાજપીપળા સહિતનાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોતનો કેર હોવાથી વીજ કંપનીનાં કર્મચારીઓની માનસિક સ્થિતી પણ સતત કળથી રહી છે. આ સંજોગોમાં વીજ કંપની દ્વારા 50 ટકા કર્મચારીઓ સાથે થાક્યા વગર કામ કરી રહ્યા છે.


Corona મામલે ગુજરાત માટે મોટા રાહતના સમાચાર, ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે રાક્ષસ


વીજ કંપનીનાં જે કર્મચારીઓ મોતને ભેટ્યા છે. તેના પરિવારજનોએ હાલનાં મરણનાં દાખલા મેળવવા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આટલું જ નહી વીજ કંપનીનાં કર્મચારીઓને જે કોરોના થાય તો તેમને પણ હોસ્પિટલોમાં દાખલ થવા માટે લાઇનોમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે કર્મચારીઓમાં ફફડાટ જોવા મળે છે. તેમને કમ કે કમ દાખલ થવા માટે અલાયદી વ્યવસ્થા હોય તેવી અપીલ કરી છે. 


સરકારી રસીકરણનો ભાજપ MLA દ્વારા જ વિરોધ, જો અરાજકતા થશે તો સરકારની છબી બગડવાનો ભય


અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓ ફફડાટ અને માનસિક ટેન્શમાં કામ કરે છે. તેઓને સતત નાગરિકો વચ્ચે જવાનું હોવાથી કોરોના સંક્રમિત થવાની શક્યતા વધારે રહે છે. તેવામાં તંત્ર દ્વારા તેમને સારવાર માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. કર્મચારીઓ 21 સાથી કર્મચારીઓનાં મોતનાં કારણે ફફડાટમાં કામ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube