સરકારી રસીકરણનો ભાજપ MLA દ્વારા જ વિરોધ, જો અરાજકતા થશે તો સરકારની છબી બગડવાનો ભય
Trending Photos
વડોદરા : જિલ્લાનાં ડભોઇ ભાજપનાં ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વેક્સિન માટે પ્રિ રજીસ્ટ્રેશન નિયમ બંધ કરવા માટેની માંગ કરી છે. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ લખેલા પત્રમાં જણાવ્યું કે, વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વેક્સિનેશન ખુબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તેમાં 18 વર્ષથી ઉપરનાં લોકોને પ્રિ રજીસ્ટ્રેશન કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી વેક્સિનશનનાં પ્રિ રજીસ્ટ્રેશનનો નિયમ કાઢી સ્પોટ રજીસ્ટ્રેશન કરવું જોઇએ.
સોટ્ટાએ કહ્યું કે, વડોદરામાં 76 સ્થળો પર વેક્સિનેસન પ્રોગ્રામ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે રજીસ્ટ્રેશન કરવા ગયા તો 76 સ્થળો પર વેક્સિનેશન સેન્ટર દેખાડ્યાં નહોતા. આ સાથે જ વેક્સિનેશનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળશે કે કેમ, તમામ જિલ્લાઓને વેક્સિનનો જથ્થો મળશે કે કેમ તે જોયા બાદ જ વેક્સિનેશન સેન્ટરનું આયોજન કરવું જોઇએ. નહી તો વેક્સિનેશન નહી થાય તો સરકારની ઇમેજ બગડશે.
પ્રિરજીસ્ટ્રેશનમાં આ ખતરો વધારે છે. રજીસ્ટ્રેશનમાં જે તારીખ અને સમય અપાયો હશે તે સેન્ટર પર વેક્સિન લેવા જતા તે વેક્સિનનો જથ્થો નહી હોય તો સરકારની ખોટી ઇમેજ પડશે. જેથી પ્રિરજીસ્ટ્રેશન મારી દ્રષ્ટીએ યોગ્ય નથી. આ બાબતની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારમાં રજુઆત કરીને નિયમોમાં ફ્લેકસિબલીટી લાવવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે