ઘરથી બહાર નિકળતાની સાથે માસ્ક ઉપરાંત આ વસ્તું પણ જરૂર પહેરજો, નહી તો ભરવો પડશે આટલો મોટો દંડ
હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાનાં કારણે લોકડાઉન બાદ અનલોકનાં 4 ફેઝ પણ આવી ચુક્યા છે. આવામાં સમગ્ર તંત્ર માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર જ જોર આપી રહ્યું હતું. બાકીનાં તમામ કાયદાને થોડા સમય માટે છુટછાટ સાથે પાળવામાં આવી રહ્યા હતા. જો કે હવે તમામ જન જીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ નિયમોનું ફરી એકવાર કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. તેવામાં ટ્રાફીક પોલીસ દ્વારા હવે ટ્રાફીકનાં નિયમોનું પણ કડક પણે પાલન કરાવવામાં આવશે. જે અંતર્ગત હેલમેટનો કાયદો ફરી એકવાર કડક રીતે અમલી બનાવવા માટેનો રાજ્યાદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
અમદાવાદ : હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાનાં કારણે લોકડાઉન બાદ અનલોકનાં 4 ફેઝ પણ આવી ચુક્યા છે. આવામાં સમગ્ર તંત્ર માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર જ જોર આપી રહ્યું હતું. બાકીનાં તમામ કાયદાને થોડા સમય માટે છુટછાટ સાથે પાળવામાં આવી રહ્યા હતા. જો કે હવે તમામ જન જીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ નિયમોનું ફરી એકવાર કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. તેવામાં ટ્રાફીક પોલીસ દ્વારા હવે ટ્રાફીકનાં નિયમોનું પણ કડક પણે પાલન કરાવવામાં આવશે. જે અંતર્ગત હેલમેટનો કાયદો ફરી એકવાર કડક રીતે અમલી બનાવવા માટેનો રાજ્યાદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય વિસ્તારમાં 134 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ- ખાતમુહૂર્ત
આવતી કાલથી હેલમેટ ફરજીયાત પહેરવું પડશે. આવતી કાલથી ટ્રાફીક પોલીસ દ્વારા હેલમેટ અંગે ડ્રાઇવ પણ ચલાવવામાં આવશે. હેલમેટ નહી પહેરનારા લોકોને દંડવામાં પણ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેલમેનટ નહી પહેરવાનાં કારણે હાલમાં અકસ્માત દરમિયાન ઘાયલ થનારા લોકોનું પ્રમાણ વધી ગયું હતું. આજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ અંતર્ગત અકસ્માત ઘટાડવા તેમજ નિયમોની સુયોગ્ય અમલવારી માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલમેટ ભંગનાં કેસોને વધારે પ્રાથાન્ય આપવાની ચર્ચા છઇ હતી. જેથી પોલીસ પર પણ હેલમેટનાં મહત્તમ કેસ નોંધવાનાં રહેશે. શહેર જીલ્લાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube