અમદાવાદમાં માતાની પાસે સુઇ રહેલી દોઢ વર્ષની બાળકી ગુમ થઇ ગઇ, પોલીસ પણ વિચારી રહી છે કે...
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ઘટના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. મહત્વનું છે કે, ખોખરા અનુપમ બ્રિજ પાસે આવેલા સલાટનગરના ફૂટપાથ પર વસવાટ કરતા રાજસ્થાની શ્રમજીવી પરિવારની બાળકી રાતના સમયે ગુમ થઈ જતા અમરાઈવાડી પોલીસે માતા પિતાની ફરિયાદ નોંધી છે. પરિવાર બાળકી સાથે રોડ પર સુઈ રહ્યું હતું. જ્યાં વહેલી સવારે તપાસમાં દોઢ વર્ષીય બાળકી મળી ન આવતા આસપાસ તપાસ કરી હતી.
અમદાવાદ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ઘટના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. મહત્વનું છે કે, ખોખરા અનુપમ બ્રિજ પાસે આવેલા સલાટનગરના ફૂટપાથ પર વસવાટ કરતા રાજસ્થાની શ્રમજીવી પરિવારની બાળકી રાતના સમયે ગુમ થઈ જતા અમરાઈવાડી પોલીસે માતા પિતાની ફરિયાદ નોંધી છે. પરિવાર બાળકી સાથે રોડ પર સુઈ રહ્યું હતું. જ્યાં વહેલી સવારે તપાસમાં દોઢ વર્ષીય બાળકી મળી ન આવતા આસપાસ તપાસ કરી હતી.
સુરતમાં ટ્રાન્સઝેન્ટર પણ વેઇટલિફ્ટિંગ ક્ષેત્રે ચમકાવશે પોતાનું નામ, જુઓ તૈયારી
જોકે બાળકીનો પત્તો ન લાગતા અમરાઈવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસી બાળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકી ગુમ થવાનાં કારણે સમગ્ર જિલ્લાની પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. અનેક સ્થળે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કામે લગાડાયું છે. શક્ય તેટલી ઝડપી આરોપીઓને ઝડપી લેવા કરતા પણ પોલીસનો પ્રયાસ છે કે બાળકીને પહેલા કબ્જે લેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube