અમદાવાદમાં રોજનું કેટલું ડ્રગ્સ આવતું હશે? 1 કિલો, 2 કિલો, 3 કિલો નહી આંકડો જાણી ચોંકી ઉઠશો
શમગ્ર દેશમાં એમડી ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દુબઇથી ડ્રગ મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈ થી રોજ 30 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓને મળતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે.
મૌલિક ધામેચા / અમદાવાદ : શમગ્ર દેશમાં એમડી ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દુબઇથી ડ્રગ મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈ થી રોજ 30 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓને મળતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે.
GUJARATI ભેજાબાજ એક નાનકડો કોલ ટ્રાન્સફર કરતો, સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આ બન્ને આરોપીઓ નામ છે. પરવેઝ ખાન અને મોહમ્મદ આરીફ ભુજવાલા. દેશના યુવાનોને બરબાદ કરવામાં લાગ્યા હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બન્નેના રેકેટનો પર્દાફાશ કરીને ડ્રગ માફિયા કોણ છે તેનું નામ જાહેર કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચે 2019માં ₹1.46 કરોડનું ડ્રગ પકડેલુ અને જેમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં મુખ્ય સૂત્રધાર અન્ય હોવાનું સામે આવ્યું હતું અને જેમાં ક્રાઇમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરી છે.
PM મોદીની અનોખી ભેટ: વિશ્વનાં અમીરો જેને જોઈને દંગ રહી જાય તે અલભ્ય ગુજરાતી વસ્તુની પુતિનને ભેટ
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમાએ આપેલી માહિતી પ્રમાણે આ બંન્ને આરોપીઓને મુંબઈના સિકંદર નામનો આરોપી ડ્રગ પૂરું પાડતો હતો. આ બન્ને દેશભરમાં એમડી ડ્રગનું સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમની તપાસમાં વધુ સામે આવ્યું છે કે, સિકંદર ને દુબઈમાં બેઠા કૈલાશ રાજપૂત નામનો વ્યક્તિ આ ડ્રગ મોકલતો હતો. મહત્વનું છે કે રોજ 30 કિલો એમડી ડ્રગ્સ ઉપરથી આવતું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ લોકો આટલા વર્ષમાં ગુજરાતમાં કેટલા કરોડનું ડ્રગ સપ્લાય કરી ચુક્યા છે. અમદાવાદ અથવા ગુજરાતમાં આ લોકોના અન્ય કેટલા સાગરીતો છે. તે તમામ સવાલોના જવાબ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube