PM મોદીની અનોખી ભેટ: વિશ્વનાં અમીરો જેને જોઈને દંગ રહી જાય તે અલભ્ય ગુજરાતી વસ્તુની પુતિનને ભેટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે આ 21મી વાર્ષિક શિખર બેઠક છે. રશિયાના રાષ્ટ્રપતિ થોડા કલાકો માટે ભારતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અમે આર્થિક ક્ષેત્રે પણ અમારા સંબંધોને આગળ લઈ જવા માટે લાંબા ગાળાનું વિઝન અપનાવી રહ્યા છીએ.

Updated By: Dec 6, 2021, 09:23 PM IST
PM મોદીની અનોખી ભેટ: વિશ્વનાં અમીરો જેને જોઈને દંગ રહી જાય તે અલભ્ય ગુજરાતી વસ્તુની પુતિનને ભેટ

નવી દિલ્હીઃ Modi-Putin Talks Update: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે આ 21મી વાર્ષિક શિખર બેઠક છે. રશિયાના રાષ્ટ્રપતિ થોડા કલાકો માટે ભારતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અમે આર્થિક ક્ષેત્રે પણ અમારા સંબંધોને આગળ લઈ જવા માટે લાંબા ગાળાનું વિઝન અપનાવી રહ્યા છીએ.

Image

GUJARAT CORONA UPDATE: 38 નવા કેસ, 37 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

પીએમ મોદીએ કહ્યુ કે, આપણે 2025 સુધી 30 બિલિયન ડોલર ટ્રેડ અને 50 બિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યુ છે. કોવિડના પડકાર છતાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને સામરિક ભાગીદારીમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોવિડ વિરુદ્ધ લડાઈમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે, 2021 આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ખુબ મહત્વપૂર્ણ છે, આ વર્ષ વર્ષે આપણી 1971ની ટ્ટીટી ઓફ પીસ ફ્રેન્ડશિપ એન્ડ કોઓપરેશનના પાંચ દાયકા અને આપણી સંયુક્ત ભાગીદારીના બે દાયકા પૂરા થઈ રહ્યાં છે. આજે આપણી વચ્ચે વિવિધ સમજુતિથી તેમાં મદદ મળશે. મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કોર ડેવલોપમેન્ટ અને કો પ્રોડક્શનથી આપણો રક્ષા સહયોગ વધુ મજબૂત થઈ રહ્યો છે. 

Image

જો તમે બેંકમાં FD કરાવી હોય તો વાંચજો, તમે નાણાની રાહ જોતા રહેશો અને મોજ કોઇક બીજું જ કરી જશે

અત્રે ઉલ્લેખનીય છે કે, બે શક્તિશાળી નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી. ત્યારે આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા ભેટ સ્વરૂપે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખંભાતના આદિવાસીઓ દ્વારા નિર્મિત અકીકના બાઉલ્સ ભેટ આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે, અકીકનાં પત્થરમાં ખુબ જ બારીક કોતરણી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સુંદર બાઉલની ગીફ્ટ જોઇ પુતિન પણ ખુશ થઇ ગયા હતા. આ બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ ડિમાન્ડ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યું છે. બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ જ બટકણો હોય છે તેથી તેનું બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી અને બારીકાઇ રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube