ઉદય રંજન/અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સોસાયટીના યુવકો દ્વારા વૃદ્ધ પિતા અને પુત્રને ઢોર માર મારવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શનિવારની રાત્રે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સુકમલ સોસાયટીમાં રહેતા ગિરીશ ભાઈ પંડયા એકલાવ્યું જીવન જીવી રહયા છે. ત્યારે શનિવારની રાત્રે પુત્ર જીગર પંડયા અને પિતા ગિરીશ ભાઈ પંડયા ઘરે હાજર હતા. તેવા સમયે સોસોયટીના યુવકો નચિકેત શાહ, જીત કડિયા અને યશ પટેલ સહીત ચાર યુવકો ફૂટબોલ રમી રહયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: 1404 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1336 દર્દીઓ સાજા થયા

જો કે ગિરીશભાઈ પંડયાના ઘર સાથે ફૂટબોલ અથડાતા જીભાજોડીનો મામલો ઉગ્ર થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આ ઝગડામાં વૃધ્ધ ગિરીશભાઈ પંડયાને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગીરીશભાઈ પંડયાની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ત્રણ યુવકની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકો દ્વારા વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલી ઉંમર લાયક વ્યક્તિ પર હાથ ઉપાડનારા યુવકોને રાક્ષસ કરતા પણ બદતર ગણાવી શકાય.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube