અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. તેવામાં ચાર મહાનગરોમાં સ્થિતી ખુબ જ વિપરીત બની છે. સામાન્ય નાગરિકો કલાકો સુધી લાઇનમાં ઉભો રહેવા માટે મજબુર બન્યો છે. તેવામાં નેતાઓ તો જનતા વચ્ચેથી ઓજલ થઇ ચુક્યા છે. ક્યાંય કોઇ નેતા સાચે ખોટે ખબર પુછવા માટે પણ ફરકી નથી રહ્યા. તેવામાં ખોખરાના કોર્પોરેટરે અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર સામે ફરિયાદ કર્યા વગર પોતાની રીતે નાગરિકોની મદદ કરી રહેલો અનોખો MLA


ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારે કોરોનાગ્રસ્ત મહિલાને એલ.જી. કોવિડ હોસ્પિટલમાં પોતાની સત્તાનો ઉપયોગ કરીને દાખલ કરાવી હતી. 108 માં કોલ કર્યા બાદ કલાકો સુધી એમ્બ્યુલન્સ ન આવતા કોર્પોરેટર તરીકેની સત્તાનો ઉપયોગ કર્યો હતો. ખાનગી એમ્બ્યુલન્સમાં કોરોના પીડિત મહિલા ભાવના રાવલને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. 


AHMEDABAD માં પોલીસનો માનવીય અભિગમ, દંડ નહી હવે માસ્ક અપાશે


ઝી 24 કલાકે બપોરે જ એલ.જી. હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. જેના પગલે ચેતન કોર્પોરેટરે કોરોના પીડિત મહિલા કે જેની સ્થિતિ ખુબ જ કથળેલી હતી. મહિલાને દાખલ કરાવી જીવ બચાવ્યો હતો. 108 ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બેડ ખાલી હોવા છતાંય દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી. શું હવે કોર્પોરેટરોને દર્દીઓને દાખલ કરાવશે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube