AHMEDABAD માં માત્ર મંદિરોમાં જ ચોરી કરતી ગેંગનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ
આ લોકો મંદિર માં જતા પછી આવું કઈ કે થતું હતું. મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત છે. આરોપી સુરેશ સોની અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહે છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણે આરોપીઓ આઇ ૨૦ કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે આઇ ૨૦ કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.
ઉદય રંજન/અમદાવાદ : આ લોકો મંદિર માં જતા પછી આવું કઈ કે થતું હતું. મંદિરમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત છે. આરોપી સુરેશ સોની અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં રહે છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે રાવ અને જગદીશ કૂમાવત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રહે છે. આ ત્રણે આરોપીઓ આઇ ૨૦ કાર લઇને ગુનાને અંજામ આપવા માટે જતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે આઇ ૨૦ કાર સાથે ત્રણે આરોપીઓને ઝડપી પાડયા છે.
SURAT: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની, 10 ગામો સંપર્ક વિહોણા
આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં સામે આવ્યું કે, ક્રાઇમ બ્રાંચે ત્રણે આરોપીઓ પહેલા મંદિરમાં દર્શન કરવા જતા અને તે બહાને મંદિરની રેકી કરતા હતા. જે મંદિરમાં અને તેની આસપાસ સીસીટીવીના હોય તેવા મંદિરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. ત્રણે આરોપીઓએ રાજસ્થાનનાં સમેરપુર વિસ્તારમાં મંદિરનાં પૂજારીની હત્યા કરી ભાગી ગયા હતા. ત્યાર બાદ રાજસ્થાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા હોવાનું પણ સામે આવ્યું છે.
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ
જો કે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવામાં કરેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ કયા અને કોને વેચ્યો છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસનો દાવો છે કે, ભારતના અન્ય રાજ્યોમાં પણ આ ગેંગે ચોરી કરી છે. જેના પણ ખુલાસા આવતા સમયમાં થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube