ઉદય રંજન/ અમદાવાદ : સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા નાઇઝીરિયન ગેંગનો પર્દાફાશ કરી નાંખ્યો છે. રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ કેસનો ભેદ ઉકેલી નાખી સાયબર ક્રાઇમ બ્રાન્ચે 02 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વધુમાં આ ગેંગ દેશના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઓ સાથે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યા હોવાની કબૂલાત પણ સાયબર ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ રોમિયો પર ભારે વડોદરાની શી ટીમ, હેરાનગતિ કરતા 70 રોમિયોને પકડ્યા


સોશિયલ મીડિયાના માધ્યમથી કેમિકલના વેપારીઓનો સંપર્ક કરીને રો-મટીરીયલ્સ મંગાવતા હતા. બાદમાં મોટા પ્રમાણમાં મટિરિયલ માંગવી વેપારી ઓ જોડે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા અને રો-મટીરીયલ્સ લઈને અમારી પોલેન્ડ ખાતેની કંપનીમાં વેચશો તો તેને 20 ટકા કમિશન પણ આપવામાં આવશે તેવી લાલચ આપીને આ નાઇઝીરિયન ગેંગ છેતરપિંડી આચરતી હતી. આ ગેંગ ભારત ભરમાંથી કેમિકલના વેપાર અને ટ્રેડિંગ કરનારા વેપારીઓ પાસેથી અત્યારસુધીમાં એક બે નહીં પણ સાડા ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે.


મોરારીબાપુએ ગુજરાતના આ મહારાજાને ભારતરત્ન આપવાની કરી માંગ


સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવી ગયેલા નાઇઝીરિયન ગેંગના આ બંને આરોપીઓન નામ છે. ચીનેદુ અનુમોલે અને રાકેશ કશ્યપ આ બંને આરોપીઓ મૂળ મુંબઈના રહેવાસી છે. છેલ્લા થોડા સમયથી આ પ્રકારે છેતરપિંડી આચરતા હોવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગના સભ્યો પહેલા સોશિયલ મીડિયામાં કેમિકલનો વ્યવસાય અથવા તો ટ્રેડિંગ કરનાર વેપારી ઓનું લિસ્ટ બનાવી હતા. અને ત્યારબાદ ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી આવા વેપારીઓ સાથે મિત્રતા કેળવતા હતા. બાદમાં વેપારીને કમિશનની લાલચ આપીને તેની પાસેથી રો-મટીરીયલ્સ મંગાવતા હતા. ઉપરાંત રો-મટીરીયલ્સ પણ ક્યાંથી લેવાનું છે તેનું સરનામું પણ આ નાઇઝીરિયન ગેંગના સભ્યો જ આપતા હતા. જેથી ગેંગના સભ્યો જોડેથી જ માલ ખરીદવાનો અને ગેંગના સભ્યોને જ તે માલ વેચવામાં આવતો, હોવાનો આયોજન બદ્ધ પ્લાન આ નાઇઝીરિયન ગેંગના લોકો એ ઘડેલો હતો.


એક જ મહિનામાં ખુદાબક્ષ મુસાફરો પકડીને ભાવનગર રેલવેએ કરી તગડી કમાણી


રૂપિયા સાડા ચાર કરોડની ઠગાઈ આચરનારી આ નાઈઝીરિયન ગેંગનો મુખ્ય સુત્રધાર મૂળ નાઈઝીરીયાનો રહેવાસી છે. જે હાલ મુંબઈના નાલા સોંપરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપી રાકેશ જવાહરલાલ મહદેવ કશ્યપ કે જે મુંબઇનો જ રહેવાસી છે. આ બંને વ્યક્તિઓએ મળીને આયોજનબદ્ધ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. જેમાં પોલીસ એવું પોલીસની તપાસમાં સામે આવું છે કે, નાઇઝીરિયાનો વતની ચીનેદુ અનુમોલે મુખ્ય આરોપી છે. તેના હાથ નીચે અન્ય બીજો આરોપી કામ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એક લિટરના રૂપિયા 1,18,000 ની કિંમતનું ભારતમાં રહેલા તેમના એજન્ટ મારફતે એનીગ્રા લિક્વિડ આ ગેંગ મંગવતી હતી. પોલેન્ડ ખાતે મોકલવાનું છે તેમ કહીને વધુ પ્રમાણમાં વેપારીઓ પાસેથી કેમિકલની ખરીદી કરાવડાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત એક વેપારી પાસેથી આજ રીતે રૂપિયા આઠ લાખની ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જેની તપાસમાં એક પછી એક સાડા ચાર કરોડની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.


જંગલનો કાયદો કોણે તોડ્યો, શાંત બેસેલા સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવ્યું


હાલ સાયબર ક્રાઇમે નાઇઝીરિયન ગેંગના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે, સાથે જ આ ગેંગમાં હજી બીજા કેટલા લોકો સંડોવાયેલા છે. અન્ય કેટલા લોકો આ પ્રકારના ભોગ બન્યા છે તેને લઈને આરોપીઓની મેરેથોન પૂછપરછ હાથ ધરી છે. સાથે સાથે સાયબર ક્રાઇમે લોકોને અપીલ પણ કરી છે. સોશિયલ મીડિયા પર આવતી લોભામણી લાલચોની જાહેરાત હોય કે પછી કમિશન આપવાના બહાને આવતા કોલ હોય તેમ ભોળવાય જવું નહીં. બીજી તરફ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં જરૂરી હોય તેટલી જ વિગતો મૂકવી તેવું પણ સૂચન સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે કારણ કે થોડી સાવચેતી ઘણા મોટા નુકશાનથી ભવિષ્યમાં બચાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube