જંગલનો કાયદો કોણે તોડ્યો, શાંત બેસેલા સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવ્યું

Lion Harassment In Gir: રાત્રિના સમયે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી પજવણી કરાઈ હતી. કેટલાક યુવાનો દ્વારા સિંહની પજવણી કરી વધુ એક જંગલના નિયમોનો ભંગ કર્યો છે

જંગલનો કાયદો કોણે તોડ્યો, શાંત બેસેલા સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવ્યું

કેતન બગડા/અમરેલી :ગીરમાં સિંહોની પજવણીની વધુ એક ઘટના સામે આવી છે. સિંહ પાછળ વાહન દોડાવી વધુ એક પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. રાજુલા તાલુકાના બર્બટાણા ગામની વાડી વિસ્તારમાં સિંહની પાછળ ટ્રેકટર દોડાવાયુ હતું. રાત્રિના સમયે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી પજવણી કરાઈ હતી. કેટલાક યુવાનો દ્વારા સિંહની પજવણી કરી વધુ એક જંગલના નિયમોનો ભંગ કર્યો છે. તાજેતરમાં જ જાફરાબાદના ફાચરિયા ગામમાં કાર ચાલકે સિંહ પાછળ કાર દોડાવતા તેની સામે કાર્યવાહી કરાઇ હતી.

સમગ્ર ઘટનાને અંગે પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલે કહ્યુ કે અમે આ વિશે તપાસ શરૂ કરી દીધી છે. વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જોવા મળે છે. ગીરના જંગલમાં આ પ્રકારની ઘટના સતત વધી રહી છે, જેને કારણે પ્રાણીપ્રેમીઓ નિરાશ થયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news