મૌલિક ધામેચા/અમદાવાદ : બોપલમાં પિતા પુત્રના આપઘાતની ઘટના સામે આવી છે. દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો તો બીજા દિવસે પુત્રના મોતના આઘાતમાં પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું. જો કે આ બંન્ને પિતા પુત્રએ શા માટે આપઘાત કર્યો તે સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Morbi ના કુખ્યાત મમુદાઢીની જાહેરાતમાં હત્યા, ફિલ્મોને ટક્કર મારે તેવી રીતે 4 ગેંગોએ મળી બજાવી ગેમ


બોપલમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રના આપઘાતથી ચકચાર મચી ગઇ છે. સરખેજ મકરબા રોડ પર આવેલ ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણએ 5 સપ્ટેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અલ્પેશ આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં હુ મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું. જેથી પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે પિતા બળવંતભાઈ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.


GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 15 રિકવર થયા, એક પણ મોત નહી


પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું હોવાનું સામે આવ્યું છે. હાલ બે બનાવ સ્થળ હોવાથી સરખેજ અને બોપલ પોલીસે અકસ્માત નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં પોલીસે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube