ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો! ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે તેનો આ છે પુરાવો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફત જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા સાથે બનતો હતો તેનો આ મોટો પુરાવો છે.
Valsad Bridge Collapse: ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને બેઈમાન કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વધુ એક બ્રિજ બને એ પહેલાં પડી ગયો છે. જી હા...વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફત જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા સાથે બનતો હતો તેનો આ મોટો પુરાવો છે.
લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે થઈ રહ્યો છે તેનો આ પુરાવો છે. બ્રિજના પાયા આટલા કમજોર છે તો પછી બ્રિજ કેટલો મજબૂત બનશે તે વિચારવા જેવો મુદ્દો છે. જરા જુઓ...જનતાના ટેક્સની કમાણી કોના ઘરમાં જઈને સમાઈ રહી છે. મોટી વાત એ છે કે શુસાસનની વાતો કરનારા નેતાઓએ આજ સુધી એક પણ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ફાંસીએ ચડાવ્યા કે ના તો તેમના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. એટલું જ નહીં બ્રિજના કામનું ઈન્સ્પેક્શન કરતા ભ્રષ્ટ અધિકારીઓ પણ જનતાના પરસેવાની કમાણી લૂંટવામાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને માવા-મલાઈ ખાઈ રહ્યા છે.
બપોર બાદ ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાએ કર્યું તહસનહસ! બીલીમોરા શહેર પર પુરનું સંકટ
જનતા જાણવા માગે છે આ ભ્રષ્ટ અધિકારીઓ પર ક્યારે ઈડી અને સીબીઆઈના દરોડા પડશે. ગુજરાત જાણવા માગે છે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના ઘર પર ક્યારે બુલડોઝર ચાલશે. આખરે ક્યાં સુધી નવે નવા રોડ અને બ્રિજ તૂટતા રહેશે અને જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારીઓના હાથે લૂંટાતા રહેશે. મહત્વનું છે કે 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ 126 મીટર લાંબા અને 5.5 મીટર પહોળા પુલના પિલર અને એપ્રોચનો ભાગ ધસી પડ્યો હતો.
Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો