લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી

Gujarat Monsoon Updates: અંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે. 
 

1/11
image

ગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે. ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે. 

2/11
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  

3/11
image

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26મી ઓગસ્ટે સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ રહેશે.  

4/11
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી જોર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. 

5/11
image

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. 

6/11
image

આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે, કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ સારો વરસાદ ખાબકી શકે છે.  

7/11
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે વિનાશક પૂરનું સંકટ. કારણકે, ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ ત્રણ પાવરફૂલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જોને કારણે ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ. ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 

અંબાલાલ પટેલની ભવિષ્યવાણી

8/11
image

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે. 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.   

9/11
image

રાજસ્થાન-ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહી સ્થિતિ વણસી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદથી શક્યતા છે. 

ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે

10/11
image

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 

11/11
image

તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.