જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાને કારણે આસપાસના ગામો માટે મોટો ચિંતાનો પ્રશ્ન ઉભો થયો છે. તેથી નર્મદા ડેમની જળ સપાટી એક લેવલથી વધુ ઉપર ના જાય તે માટે સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે.


આ પણ વાંચો:- આવતીકાલે આ વિસ્તારોમાં આભ ફાટશે! 234 તાલુકામાં વરસાદે સર્જી તારાજી, જુઓ તસવીરો


સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને આજે રાત્રે નર્મદા નદીમાં 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી દ્વારા ચેતવણી જારી કરતા જણાવાયું હતું કે, 16 ઓગષ્ટની રાત્રિના 10 વાગે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. જેના કારણે નર્મદા નદીમાં કુલ 5.45 લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:- સાવધાન! રાજ્યમાં આજે કોરોના કેસમાં બમણો વધારો, દરરોજ વધી રહ્યો છે મૃત્યુઆંક


વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરતા દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા અત્યધિક સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જારી કરવામાં આવેલી ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાંથી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને 5 થી 6 લાખ ક્યુસેક થઈ શકે છે. વડોદરા જિલ્લાના 3 તાલુકાના ગામોને અસર થશે. આ ઉપરાંત ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચાંદોદ ખાતે પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. પાણીની આવક થતા મહાલરાવ ઘાટના 18 પગથિયાં બાકી રહ્યા છે. આવનારા કલાકોમાં ચાંદોદ, કરનાળી, નંદેરિયા સહિતના ગામોમાં પાણી પ્રવેશી શકે છે. પોલીસ દ્વારા નાવિકો સાથે બેઠક યોજાઇ હતી. પુર સમયે નદી ન ખેડવા અપીલ કરાઈ છે. મહાલરાવ ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત મુકાયો છે.


આ પણ વાંચો:- સુરતમાં પોલીસની ડંડાવાળી, સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા ABVP અને AAP વચ્ચે બબાલ


રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 4 મીટર દૂર છે. ત્યારે નર્મદા ડેમ છલકાય નહીં તે માટે સતત ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube