નવનીત દલવાડી/ભાવનગર : શહેરની હિન્દુ સોસાયટીમાં વિધર્મી મિલકત ખરીદી વિરોધ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ રહેણાંકી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા ઊંચી કિંમત આપી મિલકત ખરીદવામાં આવી રહી છે. બંને સમાજની રહેણી કરણી અને ખાનપાન અલગ હોવાથી વયમનસ્ય ઉભુ થવાની દહેશત જોવા મળી રહી છે. કોઈ સોસાયટીમાં એક વિધર્મી દ્વારા ઊંચા ભાવે પ્રોપર્ટી ખરીદ કર્યા પછી ત્યાંથી રહેવામાં અગવડતા ઊભી થતાં બાકીના લોકો નીચા ભાવે પણ પોતાના સપનાંનું ઘર વેચીને અન્ય જગ્યાઓ પર રહેવા ચાલ્યા જતા હોવાથી અશાંતિનો માહોલ ઉભો થતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું એ સ્થળ જ્યાં સુર્યના કિરણો સીધા જ પડે છે ત્યાંની સ્થિતિ કેવી છે જાણો


શહેરના બોરતળાવમાં વિધર્મી દ્વારા મકાન ખરીદવામાં આવતા આ વિસ્તારની શાંતિ ભંગ થવાના ભયના કારણે આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વિધર્મી પ્રવેશ બંધીના બોર્ડ લાગી ગયા છે. બોરતળાવ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટી, શિવનગર, સહિતની સોસાયટીઓમાં વિધર્મીઓને મકાન ખરીદવા કે ભાડે લેવા પર પ્રતિબંધ દર્શાવતા બોર્ડ લગાવી દેવાયા છે. બોરતળાવના આ વિસ્તારો સંપૂર્ણ હિન્દુ વિસ્તારો છે. જ્યાં વિધર્મીઓ દ્વારા બે મિલકતની ખરીદી કરાતા સ્થાનિકો દ્વારા મીટીંગોનો દોર શરૂ કરાયો છે. 


યુવકને મેસેજ આવ્યો તમારે માત્ર પૈસાદાર ઘરની મહિલાઓ અને યુવતીઓને ખુશ કરવાની છે અને...


હવે તમામ વિસ્તારોમાં વિધર્મી લોકોએ અહીં મિલકત ખરીદવા કે ભાડેથી લેવા પ્રવેશ કરવો નહિ એવા બોર્ડ લગાવી દેવાયા છે. હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદતા અગાઉ પણ શહેરના અનેક વિસ્તારોમાં આવા બોર્ડ લાગી ચૂક્યા છે. જેને લઇને હિન્દુ સંગઠનો દ્વારા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા પણ સરકાર પાસે માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે ધારાસભ્યથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી ચુકી છે. હાલ હિંદુ સંગઠનોની માંગ છે કે અશાંતધારો લાગુ કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube