ઝી બ્યુરો/વડોદરા: પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. 2018માં લોકાર્પણ થયા બાદથી અત્યાર સુધી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. 15 ઓગસ્ટ આસપાસની રજામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવ્યા. 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન એક લાખથી વધુ પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં આવેલા પ્રકલ્પો પણ લોકોની પસંદ બની રહ્યા છે. સાથે જ હવે તંત્ર અહીં વધુ કેટલાક જાનવરો લાવવાની તૈયારી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસ અધિકારીઓનો જ DGPના પરિપત્રનો ઉલાળિયો: રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું સ્વપ્ન હતું કે દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાત માં બને તે સપનું 31 ઓક્ટોબર 2018 ના રોજ પૂર્ણ થયું.સરદાર પટેલ ની 182 મીટર ની પ્રતિમા એકતા નગર કેવડિયા ખાતે બનાવવામાં આવી છે.વર્ષ 2018 માં આ પ્રતિમા નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. 


અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોં


વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ ના આકર્ષણ નું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે લોખંડી પુરુષ સરદાર પટેલની છાતી માંથી લગભગ 135 મીટરએથી સરદાર સરોવર નર્મદા ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ એ ખૂબ માળ્યો છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર કેવડિયા ખાતે આવી રહ્યા છે. 


દરેક માતા પિતા ખાસ વાંચે, મરજી વિરુદ્ધ લગ્ન કરનારા સંતાનોને ઘરમાંથી બહાર કાઢી ન શકો


હાલની જ વાત કરીએ તો 13 ઓગસ્ટ 2023 થી 16 ઓગસ્ટ 2023 એમ 4 દિવસ ની રજાઓ 1 લાખ થી પણ વધુ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાબાદ રાજ્ય સરકાર દ્વારા જંગલ સફારી પાર્ક,ગ્લો ગાર્ડન, કેકટસ ગાર્ડન,વિશ્વ વન,આરોગ્ય વન,એકતા નર્સરી, રિવર રાફટિંગ જેવા પ્રકલ્પો નું નિર્માણ કરી પ્રવાસીઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યું છે..


8 દેશો જ્યાં ભારતીય રૂપિયો ડોલર જેટલો મજબૂત, 30-40 હજારમાં કરી શકો છો વિદેશ પ્રવાસ


હાલ આ પ્રતિમાને બને લગભગ 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે, ત્યારે દોઢ કરોડ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી છે. હજુ પણ વધુમાં વધુ પ્રવાસીઓ એકતા નગર ખાતે આવે તે માટે આગામી દિવસોમાં નર્મદા નદીમાં વોટર સ્પોર્ટ્સ, ફેમિલી બોટિંગ, જંગલ સફારી પાર્કમાં સફેદ લાયન, ચીમપાનઝી, ઉરાંગઉટાંગ જેવા નવા જાનવરો પણ લાવવામાં આવનાર છે. જ્યારે સપ્ટેમ્બરમાં મોન્સૂન ફેસ્ટિવલની પણ શરૂઆત નર્મદા ડેમ પાસે કરવામાં આવનાર છે. આ તમામને કારણે હજુ પણ વધુ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાતે આવશે.