તેજસ મોદી/ સુરત: ટ્રેનમાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં વ્યવસ્થાના ભાગ રૂપે નોકરી અને રોજીરોટી પર જનારા મુસાફરો જે દરરોજ ટ્રેનમાં સફર કરે તેઓ પાસે પાસાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ખાસ કોચ પણ રાખવામાં આવે છે. આ કોચમાં પાસ હોલ્ડરો મુસાફરી કરતા હોય છે. જોકે અનેક વખત એવી ઘટનાઓ બની છે. જેમાં પાસ હોલ્ડર કોચમાં સામાન્ય ટીકીટ લઈને બેસેલા મુસાફરી કરવાનો પ્રયાસ કરે તો તેમને નીચે ઉતારી દેવામાં આવે છે અથવા તેમની સાથે અસભ્ય વર્તન અથવા મારામારી સુધીની ઘટનાઓ પણ બનતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ટ્વીટર પર જયેશ જાની નામના યુઝર દ્વારા મુકવામાં આવ્યો છે. જેમાં એક કોચમાં કેટલીક મહિલાઓ સીટ પર આરામ ફરમાવી રહી છે, તો કેટલીક મહિલાઓ નીચે બેસીને મુસાફરી કરે છે. જોકે તેમાં એક મહિલા પોતાના નાના બાળકને લઇ બેસેલી દેખાય છે. એક મહિલા એ આ વિડીયો વાઈરલ કરવા માટે ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટના સુરત મુંબઈ 12936 ઇન્ટરસીટી ટ્રેનમાં બની હતી. જેમાં મહિલા પાસ હોલ્ડર પેસેન્જરોની દાદાગીરી જોવા મળે છે.


વધુમાં વાંચો..થપ્પડકાંડ બાદ વધી જશે અલ્પેશ કથીરિયાની મુશ્કેલીઓ


જયેશ જાનીએ વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે, પાસ હોલ્ડરોની દાદાગીરી છે, એક મહિલા પોતાના નાના બાળક સાથે કોચના દરવાજા પાસે નીચે બેઠી છે, જ્યારે અન્ય મહિલાઓ પણ નીચે બેસે છે. જ્યારે પાસ ધારક મહિલાઓ આરામથી પગ લાંબા કરી બેસે છે. આવી દાદાગીરીને રોકવામાં આવે. પાસ હોલ્ડરોના કોચમાં સામન્ય ટીકીટ લઈને કોઈ મુસાફર બેઠા હોય તો તેમને બેસવા દેવામાં આવતા નથી. જયેશ જાની દ્વારા ટવીટર પર ઘટનાનો વિડીયો પોસ્ટ કરાયો હતો. તેમને રેલ્વે વિભાગને પણ આ ઘટના ટેગ કરી ધ્યાને અપાવી હતી. 


 



 


આ ઘટના ઘ્યાને આવતા તરંત જ ડીઆરએમ વેસ્ટર્ન રેલ્વે મુંબઈ સેન્ટ્રલ દ્વારા ટવીટર પર જવાબ આપતા આરપીએફને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો આરપીએફ દ્વારા એસીએમ બીટીસીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલો રેલ્વે મંત્રી પીયુષ ગોયેલનો ઓફીસના અધિકૃત ટ્વીટર હેન્ડલર સુધી પણ પહોંચી હતી. જોકે જોવાનું એ છે કે આ સમગ્ર મામલે રેલ્વે વિભાગ ટ્વીટર પર આપેલા પોતાના વાયદા પ્રમાણે કામ કરે છે કે નહી.