ગાંધીનગર જિલ્લામાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી 25 લાખનો દંડ વસુલવામાં આવ્યોઃ કલેક્ટર
કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગર શહેરમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારમાં 6 ધનવંતરી રથ કાર્યરત છે. અત્યાર સુધી 30 હજાર લોકોને સારવાર આપવામાં આવી છે. આ સાથે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવે અને માસ્ક પહેરે તે માટે પણ તંત્ર કાર્યરત છે.
હિતલ પારેખઃ ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 693 કેસ સામે આવ્યા છે. તો કુલ 45 લોકોના મૃત્યુ થયા છે. કોવિડ 19ના કેસ અટકે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આજે ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, લોકોમાં ડર ઘટાડવા અને મૃત્યુદર ઘટાડવા પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, લોકોમાં કોરોનાનો ડર દૂર થાય તે માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.
કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગર શહેરમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારમાં 6 ધનવંતરી રથ કાર્યરત છે. અત્યાર સુધી 30 હજાર લોકોને સારવાર આપવામાં આવી છે. આ સાથે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવે અને માસ્ક પહેરે તે માટે પણ તંત્ર કાર્યરત છે. કલેક્ટરે વધુમાં કહ્યું કે, માસ્ક વગર ફરતા લોકો પાસેથી અત્યાર સુધી 25 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જો લોકો માસ્ક નહીં પહેરે તો તેને દંડ ફટકારવામાં આવશે.
તેમણે કહ્યું કે, જિલ્લામાં જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓ શરૂ થઈ ગઈ છે. દરેક સરકારી કચેરીમાં માસ્ક નહીં તો એન્ટ્રી નહીંનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ માટે મામલતદારને પણ સુચના આપવામાં આવી છે. તો મોટા ધાર્મિક સ્થળો અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ અધિકારીઓ મુલાકાત લઈ રહ્યાં છે. સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાય એટલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે.
ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા સંચાલકો નારાજ, શિક્ષકોની આર્થિક સ્થિતિ બની કફોડી
કલોકમાં વધતા કેસ અંગે કલેક્ટરે કહ્યું કે, ત્યાં ફેક્ટરીઓ વધુ આવે છે. તેથી લોકો સંપર્કમાં વધુ આવવાને કારણે સંક્રમણ વધ્યું છે. કલોકમાં પણ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધી 2.50 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. તો દુકાનો પણ ભીડ હોવાને કારણે 18 દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube