અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલ તેની સર્વોચ્ચ સપાટીએ છે. જેના કારણે સામાન્ય નાગરિકો તો પરેશાન છે જ સાથે સાથે પેટ્રોલપંપ સંચાલકો પણ પરેશાન છે. જે પ્રકારે પેટ્રોલની કિંમતો વધી રહી છે તેને જોતા પંપના માલિકો ચિંતામા મુકાયા છે. જો કે તેમની ચિંતાનું કારણ નાગરિકોની મુશ્કેલી નથી પરંતુ તેમને મશીન બદલવા પડે તેવી સ્થિતીના કારણે તેઓ ચિંતામાં છે. ગુજરાતમાં હાલ મોટા ભાગના પેટ્રોલ પંપના ભાવ દર્શાવવા માટે જે મશીનો છે તેની ડિજિટલ સિસ્ટમ 99.99 સુધીના આંકડા જ દર્શાવવા સમર્થ છે. જો તેવામાં 100.01 ભાવ થાય તો તે કઇ રીતે દર્શાવવો તે પંપ ધારકો માટે મોટી સમસ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહેગામ નજીક આઇસર-એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 યુવાનના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત


હાલ મોટા ભાગના પંપ 4 ડિજિટના આંકડા દેખાય છે. જેના કારણે મુળ કિંમતના બે આંકડા અને ઉપરના પૈસાના બે આંકડા દેખાય છે. આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અનુસાર આગળના આંકડા ત્રણ ડિજિટમાં બતાવવા માટે ટેક્નિકલ ફેરફાર કરવા પડશે. એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિતની પેટ્રોલ કંપનીઓને લેખિત રજુઆત કરવામાં આવી છે. હાલની 4 ડિજિટ યુનિટ સિસ્ટમ બદલીને 5 ડિજિટ કરવા માટે જણાવાયું છે. 


તરૂણ યુવતીને ભગાડી કચ્છમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને ખેડા કોર્ટે આપી આકરી સજા


આ અંગે એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી અને ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના મળીને 5 હજાર પંપ આવેલા છે. હાલની સ્થિતીએ સરકારી પંપમાં આશરે 1000 થી વધારે પંપ એવા છે જેમાં ભાવ ડિસ્પ્લે અંગે આ પ્રશ્ન ઉભો થઇ શકે છે. અમે લેખિત રજુઆત કરીએ છીએ અને આશા છે કે ટૂંક સમયમાં પેટ્રોલિયમ કંપનીઓ ટેક્નીકલ અપગ્રેડેશન કરશે. રિલાયન્સ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખના અનુસાર પ્રાઇવેટ પંપમાં આ સિસ્ટ બે વર્ષ પહેલા જ અપગ્રેડેશન કરી દેવાયું છે. જેથી અમારા માટે કોઇ પ્રશ્ન નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube