આણંદ : જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં આસોદર ગામનાં વાંસળીયા વિસ્તારમાં વાંદરાએ આંતક મચાવી મકાનની છતની પેરાફીટને લાત મારતા પેરાફીટ તુટતા મકાન પાસે બેઠેલા ત્રણ જણા પર પેરાફીટનો કાટમાળ પડ્યો હતો. તેઓને ઈજાઓ થતા ગંભીર ઈજાઓ થતા પાંચ માસનાં બાળકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAMNAGAR: મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે


આસોદર ગામના વાંસળીયા વિસ્તારમાં રહેતા પરિવારની એક માતા તેના પાંચ માસના બાળકને લઈને મકાનની બહાર ખાટલામાં બેસીને રમાડી રહી હતી. તે દરમિયાન વિફરેલા કપિરાજે મકાનના પેરાફીટને લાત મારતા પેરાફીટનો કાટમાળ તુટીને મકાન નીચે બેઠેલા માતા સહીત ત્રણ લોકો પર પડતા ત્રણેય જણાને ઈજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઈજાઓ થતા પાંચ માસનાં બાળકને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત પાંચ માસનાં બાળકનું આંકલાવની હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી: ગુજરાત સરકારનાં મંત્રીઓ લાવશે જાગૃતિ


આસોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરો આંતક મચાવી રહ્યો છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વાંદરાને પકડવા માટે વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી પ્રવર્તી રહી છે. જો કે વન વિભાગ હજી સુધી આ મુદ્દે ન તો કોઇ કાર્યવાહી કરી રહ્યું છે ન તો કંઇ પણ બોલવા માટે તૈયાર છે. હાલ તો સરકારી જવાબો મળી રહ્યા છે. થશે કરીશું જેવાં જવાબોથી હવે સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube