JAMNAGAR: મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે

જિલ્લાના ઠેબા ગામ પાસે આવેલ તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની મા - બાપ વિહોણી ૧૬ દિકરીઓના જાજરમાન સમુહ લગ્નનું જામનગરમાં સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્યાદાન લગ્નોત્સવમાં પ.પૂ. રમેશભાઈ ઓઝા નવદંપતીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. 
JAMNAGAR: મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે

મુસ્તાક દલ/ જામનગર : જિલ્લાના ઠેબા ગામ પાસે આવેલ તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની મા - બાપ વિહોણી ૧૬ દિકરીઓના જાજરમાન સમુહ લગ્નનું જામનગરમાં સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્યાદાન લગ્નોત્સવમાં પ.પૂ. રમેશભાઈ ઓઝા નવદંપતીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. 

જામનગરના તપોવન ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થાય છે. પોતાની આ પ્રવૃત્તિઓમાં એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્ન આયોજન આગામી તારીખ ૨૭/૦૧/૨૦૨૨ ને ગુરૂવાર ના રોજ પ્રણામી સંસ્થાનું મેદાન , હિરજી મીસ્ત્રી રોડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના આશિર્વાદ સાથે થવા જઇ રહ્યું છે. સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ પોતપોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે. કયારેક અમુક સંસ્થાઓ દ્વારા સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન પણ થતું હોય છે, પરંતું મા - બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નનું આયોજન જામનગરમાં સૌ પ્રથમવાર તપોવન ફાઉન્ડેશન દ્વારા “ કન્યાદાન લગ્નોત્સવ " તરીકે થઇ રહ્યું છે.

આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિઓની ૧૬ કન્યાઓ સમુહ લગ્ન દ્વારા પ્રભુતામાં પગલા માંડશે. આ “ કન્યાદાન લગ્નોત્સવ ” માં તપોવન ફાઉન્ડેશન આવી દિકરીઓના માતા - પિતાના કર્તવ્યભાવે સમૃદ્ધ કરીયાવર દરેક દિકરીઓને આપશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે દિકરી ન હોય તેવા માતા - પિતા કન્યાદાનના આ પુણ્યકાર્યનો લાભ લે તવો પણ ભાવ છે. આ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ છે કે હિન્દુ શાસ્ત્રોકત વિધિ જેવીકે લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત, ગ્રહ શાંતિ, હસ્ત મેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડીતો દ્વારા કરાવવામાં આવશે તદઉપરાંત દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. તદઉપરાંત સમુહ લગ્નમાં ૧૬ વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે ઉપરાંત બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની , ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.

આ મુલ્યવાન મહોત્સવના સદભાગ્ય એ છે કે પ્રાતઃ સ્મરણીય , પરમ પુજય  રમેશભાઈ ઓઝા નવદંપતીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેવાના છે તેમજ જામનગરને હર હંમશ જેઓના આશિર્વાદ મળતા રહે છે તેવા પરમ આદરણીય મહંત દેવપ્રસાદજી મહારાજ, આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, વલ્લભરાયજી મહોદય પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તદઉપરાંત પોરબંદરના પ્રસિદ્ધ કથાકાર આદરણીય શ્યામ ઠાકર પણ ઉપસ્થિત રહેશે. આ તમામ ગુરૂજનોના આશિર્વાદ આ નવદંપતીઓને મળવાના છે. આ સમૂહ લગ્ન ગૌરવશાળી રીતે પુર્ણ થાય તે માટે તેમજ સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેન જાની , ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી (પુર્વ રાજ્ય મંત્રી) , ટ્રસ્ટી પરેશ જાની સતતપણે તેમના કાર્યકર્તાની ટીમ સાથે કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news