ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં કોન્ટ્રાકટ કિલિંગ, હત્યા સહીત ફાયરિંગની ઘટનામાં દિવસને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નજીવી બાબતે કે અંગત અદાવતમાં ફાયરિંગો થવાની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકયદેસર હથિયાર ક્યાંથી આવે છે જોઈએ અમારા આ રિપોર્ટમાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાંચ SOGએ છેલા પાંચ વર્ષમાં અસંખ્ય હથિયારો સાથે આરોપીઓ ઝડપી પડયા છે તો આવો તેના આંકડા પર નજર કરીયે


નોંધાયેલા ગુન્હા આરોપી હથિયાર કારતુસ કુલ 
2014 14 આરોપી 20 17 37
2015 21 આરોપી 20 32 28
2016 11આરોપી 13 13 5
2017 10આરોપી 10 10 22
2018 08આરોપી 8 8 14


આમ અમદાવાદ પોલીસ છેલા પાંચ વર્ષમાં 73 આરોપીઓ સાથે 80 હથિયારથી પણ વધારે ઝડપી પડયા છે ત્યારે આ હથિયાર ગુજરાતમાં કઈ રીતે આવે છે. આ રીતે ઉત્તરપ્રદેશ બિહાર મધ્યપ્રદેશ માંથી ખુબ જ આ સહેલાયથી હથિયારો શ્રમિકો લવાતા હોય છે અને માત્ર 500 કે 1000 હજાર રૂપિયામાં જ થઇ જતો હોય છે. 


તો ગુજરાતમાં હથિયારો અંગત અદાવતમાં કે પછી અંગત સુરક્ષા માટે કે પછી શોખથી લોકો હથિયાર મંગાવી રહયાનું પોલીસ તપાસમાં સામે આવું ચૂક્યું છે. આ હથિયારો જે મળી આવે છે એ કોઈ જ ગેંગો કે ગેંગ વૉરમાં નથી મંગાવામાં આવતાએ પણ પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યું છે. મહત્વનું છે, કે પોલીસ દ્વારા બાતમીના આધારે આ પ્રકારના હથિયારો ઝડપી લેવામાં આવે છે.