પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે.તેની ઉંમર માત્ર 15 મહિના છે અને આ ઉંમરે જ્યારે બાળકો કંઈ સારી રીતે બોલી શકતા નથી ત્યારે મનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રાદડિયાને જ્યારે જરૂર પડી ત્યારે હું સાથે ઊભો રહ્યો' નરેશ પટેલના નિવેદનથી નવી ચર્ચા


15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેણે વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે.આટલી નાની ઉંમરે, તે 20 થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી છે એટલે મીમીક્રી કરી શકે છે.જ્યારે પણ તેણીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે. ત્યારે તે તરત જ તેમને અવાજ બતાવે છે એટલે મીમીક્રી કરે છે. ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો મીમીક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. 


BCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણો


માનસીની માતા અને દાદી બંને શિક્ષકો છે જ્યારે મનશ્રી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવે છે. ત્યારે તે તેમનું આવા જ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના આવા જ યાદ રહી ગયા. ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ન આપી શકે તો પણ તે તેમના અવાજો સહેલાઈથી મીમીક્રી કરી શકે છે. આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ બાળકે એક સાથે 20 પશુ-પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો એટલે જ તેણે આ રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રી ને ગરબાના પણ અનેક સ્ટેપ આવડે છે. 


કેમ વિકાસથી વંચિત છે અમિત શાહ અને CM નો વિસ્તાર? કયા નેતાને આવે છે પેટમાં ચૂંક?


માતા જાનકી રાવલે જણાવ્યું હતું કે, મારી દીકરી મનશ્રી રાવલ વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ મેળવી વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે. જેમાં 15 મહિનાની ઉંમરમાં 87 સેકન્ડમાં 20 પ્રાણીઓના આવાજ મીમીક્રી કર્યા છે. જે અત્યારે તેની સિદ્ધિ છે. મનશ્રી જ્યારે 9-10 મહિનાની હતી, પ્રાણીઓના આવાજ કાઢવા ની શરૂઆત કરી. ત્યારે ખબર પડી કે તે પશુ પક્ષીઓને નામ ભલે ના લઈ શકે પરંતુ તમામનું આવા જ કાઢી શકે છે. 


હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, જાણો કારણ


અમે જે સોસાયટીમાં રહીએ છીએ, ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે. તો જ્યારે મનશ્રી સવારે ઊઠે ત્યારે તેની દાદી તેને બાલ્કની માં લઈ જઈ બધુ બતાવે. તેને દાદી રમાડતા રમાડતા શીખડાવે. ધીરે ધીરે એવું બનવા લાગ્યું કે એને પ્રાણીનું નામ બોલતા નહીં આવડે એ તેમના આવાજ કાઢીને જણાવતી. કાગડો દેખાય તો તે કા-કા બોલતી હતી. જેથી અમને આઈડિયા આવ્યો કે એને કાગડો દેખાયો છે ત્યારે અમને ખબર પડી કે એ દરેક પ્રાણીઓને તેમના આવાજ થકી ઓળખે છે.


Web Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ


સાથે તેઓએ જણાવ્યું હતું કે, આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે. એ આખો દિવસ ઘરમાં ફરતું હોય છે. મનશ્રીની પણ ઉંમર જ્યારે એક વર્ષ ઉપર થઈ તો તેને એક જગ્યાએ બેસાડી રાખવું અમારી માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. જ્યારે અમે વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યો ત્યારે રૂલ્સ પર પ્રમાણે અમુક સેકન્ડમાં જ એની પાસે બોલાવડાનું હોય. અમે એક એવો આઈડિયા કર્યો કે એને બેસાડવા માટે અમે એનિમલ્સ ફોટા બતાવતા હતા. ફોટા બતાવીને હું નામ કહેતી અને તે તેમનું આવા જ કાઢતી હતી. એટલે મીમીક્ર કરતી. એટલે ફોટાના ક્રેઝ અને ઇન્ટરેસ્ટમાં એ બેસી રહેતી હતી. એ અમારા માટે ટાસ્ક રહ્યો હતો.


ગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?