ખેડામાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરતા ગ્રીન કોરિડોરનું નિર્માણ કરી અંગો પહોંચાડવામાં આવ્યા
જિલ્લાનાં નડિયાદના વકીલ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષના પત્ની બ્રેન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના કિડની અને લીવર ઓર્ગન ડોનેટ કરતા ઓર્ગન ગ્રીન કોરિડોરથી અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. નડિયાદના એડવોકેટ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષ કેતન પટેલના પત્ની બીજલબેનને ગત 14 મી ફેબ્રુઆરીનાં રોજ પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તત્કાલ તેમને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. એક સપ્તાહ સુધી સારવાર કર્યા બાદ પણ કોઈ સુધારો નહીં થતા અંતે પરિવારજનોએ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
ખેડા : જિલ્લાનાં નડિયાદના વકીલ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષના પત્ની બ્રેન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના કિડની અને લીવર ઓર્ગન ડોનેટ કરતા ઓર્ગન ગ્રીન કોરિડોરથી અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. નડિયાદના એડવોકેટ અને હિન્દૂ જાગરણ મંચના અધ્યક્ષ કેતન પટેલના પત્ની બીજલબેનને ગત 14 મી ફેબ્રુઆરીનાં રોજ પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તત્કાલ તેમને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. એક સપ્તાહ સુધી સારવાર કર્યા બાદ પણ કોઈ સુધારો નહીં થતા અંતે પરિવારજનોએ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
ગ્રીષ્માની હત્યા થઇ ત્યાંથી થોડે દુર અન્ય યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી
આજે બીજલબેનનાં શરીરમાંથી ઓપરેશન દ્વારા બે કિડની અને લીવર કાઢી તેને બે એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીન કોરિડોરથી સુરત અને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. મહિલાના પતિ કેતનભાઈ પટેલ અને પુત્ર પાવન સહિત પરિવારજનો દ્વારા સ્વજનના ઓર્ગન ડોનેટ કરી બીજા ત્રણ દર્દીઓનાં જીવ બચાવી શકયાનો અને તેમના સ્વજનનાં અંગો બીજાના હૃદયમાં ધબકતા રહેશે તેનો આનંદ વ્યક્ત કરી સ્વજનને ગૌરવશાળી વિદાય આપી હતી.
ગીર સોમનાથમાં દારૂનો વરસાદ; લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકો છાકટા બન્યા, એકબીજા પર દારૂના ફુવારા કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલનાં સમયમાં ઓર્ગન ડોનેશન મામલે જાગૃતતા આવી છે. ઓર્ગન ડોનેશનનનાં કેસમાં તંત્રનો પણ પુરતો સહયોગ મળતો રહે છે. તેના કારણે ઓર્ગન ડોનેશન સફળ પણ થાય છે. અને તેના કારણે અનેક લોકોને નવજીવન પણ મળી રહે છે. સરકાર પણ ઓર્ગન ડોનેશન મુદ્દે સૌથી વધારે જાગૃતિ લાવતી સંસ્થાઓને મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ હાલ સફળ પણ થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube