નચીકેત મહેતા/ખેડા : જિલ્લાના નાગરિકો માટે આં સમાચાર મહત્વના છે. જો આપ ખેડા જિલ્લા પંચાયતમાં કોઈ પણ સરકારી કામ અર્થે જવાનાં હોય તો તમારે જીવ જોખમમાં મૂકીને જવુ પડશે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલ જિલ્લા પંચાયત ભવનમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના બિલ્ડીંગ સાવ જર્જરિત હાલતમાં ફેરવાઇ ગઇ છે. જેથી ભવિષ્યમાં કોઇ દુર્ઘટના સર્જાય તે અગાઉ આ સ્થળે કોઈએ ઊભા રહેવું નહિ તેવા બોર્ડ મારવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગાપુરના હાઇકમિશ્નર ગુજરાતની મુલાકાતે, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ


નડિયાદમાં આવેલ જિલ્લા પંચાયત ભવનમાં શિક્ષણ વિભાગ, જનરલ શાખા, હિસાબી શાખા, સમાજ કલ્યાણ સહિતની ર૦થી વધુ ઓફિસ આવેલી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગની ઓફિસ આવેલી છે તે બિલ્ડીંગનો ભાગ વધુ બિસ્માર થઈ ગયો છે. જેના કારણે છત પરથી પોપડા પડે છે. આં સ્થિતિ જોખમી બની હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા કચેરીમાં જુદી જુદી જગ્યાઓ પર બોર્ડ લગાવવું પડયું છે કે, આ સ્થળે કોઈએ ઉભા રહેવું નહિ કે બેસવું નહિ. આ બિલ્ડીંગ જોખમકારક છે. જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ જિલ્લા કલેક્ટર ઓફિસની બાજુમાં બનાવવાની કામગીરી હાલમાં ચાલે છે. અંદાજિત 6 મહિના પછી આ સ્થળે જિલ્લા પંચાયતની ઓફિસ શરૂ થશે પરંતુ હાલમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ પ્રજાને આ જોખમકારક બિલ્ડીંગમાં જવું પડે છે. 


અમદાવાદમાં પંક્ચરનું સોલ્યુશન વેચતા વેપારીની ધરપકડ, બાળકોનું ભવિષ્ય કરતા બરબાદ


શિક્ષણ વિભાગની કચેરીમાં આવનારની સંખ્યા વધુ હોય છે અને આ વિભાગ જ વધુ જર્જરીત છે. જેથી લોકોને ચિંતા રહ્યા કરે છે. સમગ્ર મામલે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારી કેવા સલામતના દાવા વાળા જવાબો આપી રહ્યાં છે. મહત્વની વાત છેકે ડભાણ રોડ પર નવી કલેકટર કચેરી પાસે જ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ બની રહ્યું છે. એકાદ વર્ષમાં મકાન તૈયાર થશે ત્યારબાદ કચેરીઓનું સ્થળાંતર થશે. પરંતુ ત્યાં સુધી નાગરીકોના માથે જજુમતા જોખમ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube