સિંગાપુરના હાઇકમિશ્નર ગુજરાતની મુલાકાતે, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ

મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે આવ્યા હતા. સિંગાપોર સ્થિત MSMEને ગુજરાતમાં ઉત્પાદન એકમો સ્થાપવા સાનુકૂળ તકો છે. સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ જુલાઇ-રર માં ગિફટ સિટીમાં કાર્યરત થશે. સિંગાપોરની ફિનટેક કંપનીઓ ગિફટ સિટીમાં સહભાગી થાય તેવી મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક આત્મનિર્ભરતા ગ્લોબલ સેલ્ફ રિલાયન્ટ સુધીનું વ્યાપક વિઝન છે તેવું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 

સિંગાપુરના હાઇકમિશ્નર ગુજરાતની મુલાકાતે, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ

ગાંધીનગર : મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે આવ્યા હતા. સિંગાપોર સ્થિત MSMEને ગુજરાતમાં ઉત્પાદન એકમો સ્થાપવા સાનુકૂળ તકો છે. સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ જુલાઇ-રર માં ગિફટ સિટીમાં કાર્યરત થશે. સિંગાપોરની ફિનટેક કંપનીઓ ગિફટ સિટીમાં સહભાગી થાય તેવી મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક આત્મનિર્ભરતા ગ્લોબલ સેલ્ફ રિલાયન્ટ સુધીનું વ્યાપક વિઝન છે તેવું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર યુત સિમોન વોંગ અને સિંગાપોરના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ યુત ચિયોંગ મિંગ ફૂંગે સિંગાપોરના ડેલિગેશન સાથે ગાંધીનગરમાં લીધી હતી. સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ સાથેના પરામર્શમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સિંગાપોરમાં જમીનની અછતના કારણે ત્યાંના MSME એકમો પોતાની નવી ફેસેલિટીઝ માટે અન્ય દેશો તરફ વળ્યા છે. આવા MSME ગુજરાતમાં પ્રોડક્શન ફેસેલીટીઝ શરૂ કરે તો તેમને પોતાના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વૈશ્વિક બજારો-ગ્લોબલ માર્કેટમાં સપ્લાય કરવામાં ઘણી મદદ મળશે સાથે ભારતના વિશાળ સ્થાનિક બજારમાં પણ વ્યાપક લાભ મળશે.

ગુજરાતમાં સિંગાપોરના MSME એકમો અને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ માટે કોલોબરેશનની સાનુકૂળ તકો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. સિંગાપોર સ્થિત ફિનટેક કંપનીઓ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી સેક્ટરમાં સહભાગીતા માટે ગિફટ સીટીમાં આવે તે અંગે પણ પરામર્શ આ બેઠકમાં થયો હતો. સિંગાપોર હાઇકમિશનરે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આગામી જુલાઇ-રર માં સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગિફટ સિટીમાં કાર્યરત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હવે આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક આત્મનિર્ભરતા સુધીનું વ્યાપક વિઝન બની ગયું છે.

ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના આવા વિઝનની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા સિંગાપોરના હાઇકમિશનરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત અવશ્ય લેવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાતમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, ટાઉનશીપ ડેવલપમેન્ટ, લોજિસ્ટીકસ અને વેરહાઉસીંગ ફેસેલીટીઝ ડેવલપમેન્ટમાં સિંગાપોરની આ ક્ષેત્રની તજજ્ઞ કંપનીઓ રોકાણ કરી શકે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news