વિધવા પુત્રવધુને દીકરી બનાવીને વળાવી, ચોધાર આસુંએ રડી પડ્યા સાસુ-સસરા
daughter in law wedding : આ આખો કિસ્સો સમાજ માટે ઉદાહરણરૂપ બની રહ્યો હતો. આ દ્રષ્ય જોઈ નજીકના પરિવારજનોના આંખોમાં પણ આસું આવી ગયા હતા, તેમની આંખો પણ છલકાઈ ગઈ હતી
Surat News સુરત : સુરત શહેરના મોટી વેડ ગામમાં તળપદા કોળી પટેલ સમાજે ઍક અનોખી પહેલ કરી. આ સમાજના એક પરિવારના પુત્રનું અકાળે અવસાન થતા પુત્રવધુને અન્ય જગ્યાએ સાસરે વળાવી હતી. સાસુ-સસરા દીકરાના નિધન બાદ વહુને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા, ત્યારે તેના વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખી સાસરી પક્ષના સૌ કોઈની આંખમાં આંસુ જોવાં મળ્યા હતા. પુત્રવધુને દીકરીની જેમ વળાવવા આજે જાન તેડાવી હતી.
સુરતના વેડ વિસ્તારના નવા મહોલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલા નિધન થયુ હતુ. આ ઘડી આખા પરિવાર માટે વસમી બની રહી હતી. કારણ કે, પરિારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. માત્ર માતાપિતા જ નહિ, પરંતુ જુવાનજોધ દીકરાની પત્ની માટે પણ આ આઘાત જીરવી શકાય તેમ ન હતો. કારણ કે, તેણે નાની ઉંમરમાં પતિને ગુમાવ્યો હતો. આ કારણે આખો પરિવાર શોકમગ્ન હતો.
આ પણ વાંચો :
વરરાજાનો વટ : 100 લક્ઝુરિયસ કાર વચ્ચે બળદગાડામાં વરરાજા આવ્યા, 2 કિમી લાંબી જાન
આ પાટીદાર દંપતી આયુર્વેદ અને જંગલોને સાચવવા જે કરે છે તેના માટે જીગર જોઈએ
પરંતુ સાસુ-સસરાએ ક્યારેય વહુને આંચ આવવા ન દીધી. તેમને દીકરીની જેમ સાચવી. તેની દીકરીની જેમ સારસંભાળ રાખતા હતા. તેથી જ તેઓએ યુવા પુત્રવધુના બીજા લગ્ન કરાવવાનો નિર્ધાર કર્યો. પરિવારે વિધવા પુત્રવધુના બીજા લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. પરંતું લગ્નની વિદાય બંને માટે વસમી બની રહી હતી. વહુ પણ તેના સાસુ-સસરાની વિદાય સહન કરી શકી ન હતી, તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી. તો સાસુ-સસરા પણ ચોધાર આસુએ રડી પડ્યા હતા.
આ આખો કિસ્સો સમાજ માટે ઉદાહરણરૂપ બની રહ્યો હતો. આ દ્રષ્ય જોઈ નજીકના પરિવારજનોના આંખોમાં પણ આસું આવી ગયા હતા, તેમની આંખો પણ છલકાઈ ગઈ હતી.
પુત્રવધુના લગ્ન કરાવનાર દીપક પટેલ કહે છે કે, દરેક સમાજે ભવિષ્યનો વિચાર કરીને આ પ્રકારનો નિર્ણય કરવો જોઈએ. આજે અમારી પુત્રવધૂના બે પિયર પક્ષ થઈ ગયું છે. આજીવન અમારું ઘર પણ હવે તેના માટે પિયર પક્ષ હશે. અમારી યુવાન પુત્રવધૂના ચાર વર્ષનો પુત્ર છે. તેને પણ અમે ભણાવતા હતા. અમારી પુત્રવધૂ પોતાનું જીવન સારી રીતે વ્યતિત કરે તે માટે અમે ખૂબ જ યોગ્ય વ્યક્તિની શોધ કરી છે. દરેક સમાજે પોતાના પરિવારમાં આવી કોઈ અકાળે મોતની ઘટના બની હોય તો પુત્રવધૂને પોતાની દીકરીની જેમ તો રાખવી જ જોઈએ. પરંતુ, જો યોગ્ય વ્યક્તિ મળે તો તેને ફરીથી નવજીવન શરૂ કરવા માટેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને તે માટે આગળ આવવું જોઈએ.
આ પણ વાંચો :
મેક્સિકોમાં ગુજરાતી યુવકના મોતમાં મોટો ખુલાસો, આ ટ્રાવેલ્સમાંથી નીકળી હતી ટિકિટ
અમરેલીમાં થશે તુર્કી જેવું? 400 જેટલા ભૂકંપના આંચકા આવવાનુ સાચું કારણ સામે આવ્યું