હિમાંશુ ભટ્ટ/મોરબી : વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંક્યા હતા. જેથી આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્લિમ યુવકે હાઇ-ફાઇ યુવતી સાથે મિત્રતા કરી, કહ્યું હનીમુન પહેલા તને ટ્રેનિંગ આપવાની છે ચલ અને...


મોરબી જીલ્લામાં હત્યાના બનાવી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા નવા જાંબુડીયા ગામે રહેટી એક મહિલાની તેના જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને મૃતક મહિલાના દીકરા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે તેની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી તાલુકા પોલીસે હાલમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી છે. 


હવે કાંઇ પણ નહી છુટે! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થતા બંન્ને આયોજનોનો લાભ લઇ શકશો


નવા જાંબુડિયા ગામે જે મહિલાની હત્યા કરવામાં આવી છે તેના હત્યારા પત્ની ધરપકડ તો કરી લેવામાં આવી છે. જો કે, પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પિતા હંસરાજભાઈ અને તેની મૃતક પત્ની મંજુબેન વચ્ચે અણબનાવ હતો. જેથી કરીને તેઓ એક જ વિસ્તારમાં અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા. મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા. જોકે, મંજુબેન આરોપીના ઘરે કપડાં ધોવા માટે ગયા હતા ત્યારે તેના પતિ સાથે કોઈ ઘરે પાછા આવવા બાબતે બોલાચાલી થયેલ હતી. જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ ગળા, માથા અને હાથ ઉપર કુહાડીના ત્રણ જીવલેણ ઘા મારી દીધા હતા જેથી મંજુબેનનું મોત નીપજયું હતું.


ANAND માં ચકચારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો, બિહારનો સાદીક અલી હતો મુખ્ય ભેજાબાજ


મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરનારા તેના પતિની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, મોરબી જીલ્લામાં છેલ્લા મહિલાઓથી જે હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ કારણોસર આડેધડ જે રીતે લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે તે સિલસિલો કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube