મુસ્લિમ યુવકે હાઇ-ફાઇ યુવતી સાથે મિત્રતા કરી, કહ્યું હનીમુન પહેલા તને ટ્રેનિંગ આપવાની છે ચલ અને...

મુસ્લિમ યુવકે હાઇ-ફાઇ યુવતી સાથે મિત્રતા કરી, કહ્યું હનીમુન પહેલા તને ટ્રેનિંગ આપવાની છે ચલ અને...

* લવ જેહાદ ની  વધુ એક ફરિયાદ નોંધાઈ 
* રિયાઝ મેમણ નામના આરોપીની કરી ધરપકડ 
* જયપુર લઇ જઇને સગીરાનું કરાવ્યું ધર્મ પરિવર્તન
* શાસ્ત્રીનગરમાં રહેતી સગીરા લવજેહાદનો બની ભોગ 

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં વધુ એક લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ૧૧ ડિસેમ્બરે હિમાલયા મોલ પાસેથી સગીરા ગુમ થયાની અરજી દાખલ થઇ હતી. પોલીસે અરજીના આધારે તપાસ કરતા સગીરાને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અને પોક્ષો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે રિયાઝ મેમણ છે. આરોપી પાલનપુરમાં ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપી રિયાઝે અને સગીરા 2019 માં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જોકે રિયાઝ મેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું સાચું નામ નહિ પરંતુ કબીર ખાન નામે એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી અને સગીરાને મળવા માટે પાલનપુરથી અમદાવાદ આવતો હતો. ૧૧મી ડિસેમ્બરે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર લઈ જઈ સગીરાનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.


(આરોપી રિયાઝ મેમણ)

પોલીસે પાલનપુરથી સગીરાને હેમખેમ છોડાવી આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપીએ સગીરા સાથે લગ્ન કરી જયપુર ખાતે લઈ જઈ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આરોપીના એક લગ્ન થયા હોવાની પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આ હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પણ ફરિયાદ બાદ ખ્યાલ આવ્યો કે, રિયાઝ મેમણે અગાઉ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરેલ છે અને આ તેના બીજા લગ્ન છે.

જોકે હાલ તો વસ્ત્રાપુર પોલીસે સગીરા અને તેમના પરિવાર સાથે હેમખેમ ભેટો કરાવીને આરોપીની ધરપકડ કરી પોક્શો, ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ ૨૦૨૧ અંતર્ગત ગુનો દાખલ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news