પોરબંદર : ગુજરાતમાં આત્મહત્યા, હત્યા, લૂંટ બળાત્કાર જેવી ઘટનાઓમાં અચાનક વધારો થવા લાગ્યો છે. પોલીસ પણ જાણે કે અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત આત્મહત્યાના કિસ્સાઓમાં પણ કુદકેને ભુસકે વધારો જોવા મળી રહી છે. નાની નાની બાબતોમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. પ્રેમ કે મોબાઇલ જેવી સામાન્ય બાબતોમાં યુવાનો આત્મહત્યા કરી લેતા હોય છે. કૌટુંબિક ઝગડામાં મહિલાઓ આત્મહત્યા કરી લેતી હોય છે. દેવું થઇ જવાની સ્થિતિમાં પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસીઓ વિષે અપમાનજનક ટિપ્પણી કરનાર SoU ના અધિકારી સસ્પેન્ડ


આવો જ એક ચોંકાવનારો બનાવ પોરબંદરમાં સામે આવ્યો છે. કુતિયાણા તાલુકાના દેવડા ગામમાં કાદીનેશ વિસ્તારમાં કુવામાંથી એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નાનકડના ગામમાં આવી ઘટનાથી લોકોનાં ટોળેટોળા એકત્ર થયા છે. એક જ પરિવારના 3 લોકોના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા છે. 24 વર્ષીય માતાએ પોતાના 2 વર્ષના પુત્ર અને દોઢ માસની દીકરી સાથે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસ દ્વારા સેવવામાં આવી રહી છે. 


બેંકમાં જો દાગીના મુકતા હો તો સાવધાન થઇ જજો, મેનેજર પણ જવાબ નહી આવે અને...


પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની ઘટના હોવાનું સામે આવ્યું છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે કુતિયાણા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આસપાસના લોકોની તપાસ પણ શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube