બેંકમાં જો દાગીના મુકતા હો તો સાવધાન થઇ જજો, મેનેજર પણ જવાબ નહી આવે અને...
Trending Photos
મહિસાગર : જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ યુનિયન બેંકના લોકરમાં સોના ચાંદીના દાગીના ગુલ થતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. બેન્કના લોકરમાંથી સોના ચાંદીના ગુલ થતા હવે બેન્કોમાં દાગીના મુકવા સેફ ન હોવાની ઘટના મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં છેલ્લા ૨૦ વરસ ઉપરાંતથી શાહ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવનાર નામી ડોક્ટર સંજય શાહ અને તેમના પત્નીના નામે લુણાવાડા ખાતે આવેલ કોર્પોરેશન બેન્કમાં છેલ્લા ઘણા સમયથી લોકર હતું, અને સંજય શાહના તમામ સોના ચાંદીના અંદાજિત ૨૨ લાખના દાગીના કોર્પોરેશન બેન્ક લોકરમાં મૂક્યા હતા.
વાર તહેવારે તેઓ દાગીના લેતા અને તહેવાર પૂરો થાય ત્યારે પરત મુકી દેતા હતા. લુણાવાડા ખાતે આવેલ કોર્પોરેશન બેન્ક યુનિયન બેન્કમાં મર્જ થયી જતા હાલ લુણાવાડા ખાતે યુનિયન બેન્કમાં બેન્ક લોકર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે લોકરમાંથી કોઈ વ્યક્તિ દ્વારા ખોટી સહી કરી લોકરમાં રહેલા સોનાં ચાંદીના અંદાજિત ૨૨ લાખના દાગીના લયી લોકર ખાલી કરી દેવામાં આવ્યું છે. સંજય શાહ જ્યારે તેમને કોઈ પ્રસંગમાં જવાનું હોય હોવાથી સંજય શાહ અને તેમના પત્ની બેન્ક માં જઈ લોકર ખોલ્યું તો એકપણ દાગીનો લોકરમાં ન હોવાથી યુનિયન બેન્કના મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી.
જો કે બેન્ક મેનેજર દ્વારા ગલ્લા તલ્લા કરી દિવસો લંબાવવા લાગ્યા બાદ ડૉ. સંજય શાહ દ્વારા લેખિતમાં દાગીના ચોરાયા હોવાથી બેન્કના સીસીટીવી પણ માંગણી કરી પરંતુ તે પણ ન આપતા આખરે ડૉ સંજય શાહે પોતાના દાગીના પરત મેળવવા અને લોકરમાંથી દાગીના લઈ જનાર પર સખત કાર્યવાહીની માંગ કરી છે. હાલ તો લુણાવાડામાં બેન્કના લોકરમાંથી દાગીના ચોરાઈ જતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
હવે બેન્કના લોકરમાં દાગીના મૂકવા પણ સેફ નથી ત્યારે બેન્કના લોકરમાંથી અન્ય વ્યક્તિ ૨૨ લાખના દાગીના ચોરી કરી ખોટી સહી કરી લઈ પલાયન થઈ જતાં બેન્કના જવાબદારો સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે લુણાવાડા પોલિસ મથકમાં નોધાવાયેલી ફરિયાદ બાદ કેટલા દિવસોમાં મામલો બહાર આવે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે