રાજકોટ : શહેરનાં ધોરાજી તાલુકાનાં સુપેડી ગામેથી ચાર વર્ષનાં બાળકનું અપહરણ કરનાર શખ્સની રૂરલ પોલીસે ધરપકડ કરી છે. એક તરફિ પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને પામવા તેનાં ચાર વર્ષનાં બાળકનું અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પુછપરછમાં આરોપી પ્રેમિકાનાં પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરે તે પહેલા જ પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલધારી સમાજ ગાંધીનગરને ઘેરશે, ગાય નહી તો મત્ત પણ નહી ના સુત્ર સાથે સરકારને ઘેરવામાં આવશે


એક તરફિ પ્રેમમાં પાગલ પ્રેમીનું વિચિત્ર કારસ્તાન સામે આવ્યું છે. પ્રેમિકાનાં પુત્રનું જ પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપી દિનેશ રાઠોડને જો કે પોલીસે સકંજામાં લીધો હતો. રાજકોટ પોલીસનાં સકંજામાં ઉભેલો આ વ્યક્તિ મધ્યપ્રદેશનાં રાનાપુર તાલુકાનાં અંધારી ઓળખેડા ગામનો વતની છે. આરોપી દિનેશ રાઠોડે 31 માર્ચની રાત્રે ધોરાજીનાં સુપેડી ગામમાંથી ચાર વર્ષનાં બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસને બાળકનાં અપહરણનાં સમાચાર મળતાની સાથે જ એલ.સી.બી, એસ.ઓ.જી અને ધોરાજી પોલીસની ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી. ફરીયાદી મહિલાની પુછપરછ કરતા બાઇક પર આવેલો શખ્સ બાળકનું અપહરણ કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં જ દિનેશ રાઠોડની ધરપકડ કરી લીધી હતી. હાલ એલ.સી.બી અને ધોરાજી પોલીસે આરોપીની વધું પુછપરછ શરૂ કરી છે.


ડીઝલથી લઇને ખાતર સુધી તમામના ભાવ બમણા પણ શેરડી કંપનીઓ હજી 10 વર્ષ જુના જ ભાવ આપે છે


શા માટે અપહરણ કર્યું ?
પોલસીનાં કહેવા મુજબ, ફરીયાદી સમુબેન કાજુભાઇ મેહડા અને આરોપી દિનેશ રાઠોડનું મૂળ વતન મધ્યપ્રદેશ છે. બન્ને એક બીજાનાં આસપાસનાં ગામનાં હોવાથી ઘણાં સમયથી ઓળખતા હતા. બન્ને વચ્ચે લગ્ન પછી પ્રેમ સબંધ પણ બંધાયો હતો. જોકે ફરીયાદીએ પ્રેમ સબંધો તોડી નાખ્યો હતો. પરંતુ આરોપી દિનેશ સબંધ રાખવા દબાણ કરતો હતો. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી દિનેશે 31 માર્ચનાં બાઇક લઇને ફરીયાદીનો પીછો કર્યો હતો. ખાર ઉતારવા ફરીયાદીનાં ચાર વર્ષનાં પુત્રનું અપહણર કર્યું હતું. એટલું જ નહિં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દિનેશ ચાર વર્ષનાં પુત્રની હત્યા કરી આજીડેમમાં આપઘાત કરી લેવાની ફોન પર ધમકીઓ આપતો હોવાથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઇને બાળકને મુક્ત કરાવ્યું હતું.


ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય ખર્ચ બમણો થાય તેવી વ્યવસ્થા, ખાતરની કિંમતમાં કમરતોડ વધારો


હાલ તો પોલીસે અપહરણનો કેસ ગણતરીની કલાકોમાં જ ઉકેલીને અપહ્યત બાળકને મુક્ત કરાવી તેની માતાને સોંપી દીધો હતો. પરંતુ આ ઘટના એક લાલબતી સમાન છે કારણ કે, એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પ્રેમિકાને પામવા તેનાં બાળકનું અપહરણ અને હત્યાનું પ્લાનિંગ ઘડી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube