ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય ખર્ચ બમણો થાય તેવી વ્યવસ્થા, ખાતરની કિંમતમાં કમરતોડ વધારો

સમગ્ર દેશમાં જાણે કે ભાવ વધારાની સિઝન ખીલી ઉઠી છે. દરેક વસ્તુના ભાવ કુદકેને ભુસ્કે વધી રહ્યા છે. જો કે તેમાં સૌથી વધારે સ્થિતિ વિકટ હોય તો તે ખેડૂતની છે. વચેટિયાઓ તેમની પાસેથી પાણીના ભાવે વસ્તુ ખરીદે છે અને બજારમાં ખુબ જ ઉંચા ભાવે વેચે છે. જેના કારણે ખેડૂતતો કંગાળનો કંગાળ જ રહે છે. તેવામાં હવે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર દ્વારા હવે ખાતરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 
ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય ખર્ચ બમણો થાય તેવી વ્યવસ્થા, ખાતરની કિંમતમાં કમરતોડ વધારો

અમદાવાદ : સમગ્ર દેશમાં જાણે કે ભાવ વધારાની સિઝન ખીલી ઉઠી છે. દરેક વસ્તુના ભાવ કુદકેને ભુસ્કે વધી રહ્યા છે. જો કે તેમાં સૌથી વધારે સ્થિતિ વિકટ હોય તો તે ખેડૂતની છે. વચેટિયાઓ તેમની પાસેથી પાણીના ભાવે વસ્તુ ખરીદે છે અને બજારમાં ખુબ જ ઉંચા ભાવે વેચે છે. જેના કારણે ખેડૂતતો કંગાળનો કંગાળ જ રહે છે. તેવામાં હવે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર દ્વારા હવે ખાતરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

સરકાર ધ્વરા DAP ખાતરમાં 150 રૂપિયા અને NPK ખરતામાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેડૂતોએ ભાવ પાછો ખેંચવા માટે સરકારને રજુવાત કરી અને સતત ભાવ વધારાથી ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને બિયારણના ભાવ પણ વધવા લાગ્યા છે. તો બીજી તરફ ખેડૂતોએ પકવેલા અનાજના ભાવ મળતા નથી. સરકાર ખેડૂતોને અન્યાય ના કરે તેવી રજુઆત કરી છે. અત્રે નોંધનીય છે કે, હવે તો ખેડૂતો કહી રહ્યા છે કે, અમારે આવક બમણી નથી કરવી પરંતુ જે અમારી હકની મજૂરી છે તે અમને મળી રહે તેવી વ્યવસ્થા સરકાર કરે. વચેટિયાઓનો કોઇ ઉકેલ થાય તેવી પણ અપીલ છે.

સરકાર ધ્વરા DAP ખાતરમાં 150 રૂપિયા અને NPK ખરતામાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેડૂતોએ ભાવ પાછો ખેંચવા માટે સરકારને રજુવાત કરી અને સતત ભાવ વધારાથી ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને બિયારણના ભાવ પણ વધવા લાગ્યા છે અને સામું ખેડૂતોએ પકવેલા અનાજના ભાવ મળતા નથી ત્યારે સરકાર ખેડૂતોને અન્યાય ના કરે તેવી રજુઆત કરી.

ભાવ વધારો થતાં ખેડૂતોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના ખેડૂતો સાથે ઝી 24 કલાકે વાત ચિત કરી હતી. ખાતરના ભાવ વધારા સામે ખેડૂતોને પોતાની જણસના ભાવ મળતાં નથી,ત્યારે ખેડૂતોને પોતાની જાણસી ઘઉં, ચણા, મગફળી સહિતના ભાવ નથી મળતા. બીજી બાજુ ભાવ વધારો થાય છે ત્યારે ખેડૂતોને ખેતી કેમ કરવી તે પ્રશ્ન છે, સાથે હજુ ખેડૂતો વીજળી પૂરતી નથી મળી રહી ત્યારે અને ધીમે ધીમે વીજળી મળવાનું શરૂ થયું છે ત્યારે ખાતરમાં ભાવ વધારો સામે આવ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે,ત્યારે ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી,સાથે ખાતરના ભાવ વધારા સામે ખેડૂતોને પોતાની જણસના પૂરતા ભાવ મળે તેવી માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news