નરેશ ભાલિયા/રાજકોટ : પાગલ પ્રેમ વિષે તો ઘણી વખત સાંભળ્યું હશે, આજે એક એવા જુઠ્ઠા પ્રેમીની વાત કરવી છે કે જેણે તેની પ્રમિકાને 4 વર્ષ સુધી પ્રેમના ખોટા વાયદા કરીને તેનું શારીરિક શોષણ કર્યું અને અંતે પ્રેમિકાએ આ બધું સહન ના થતા મોતને વહાલું કરી આત્મહત્યા કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ બન્યું છે ડ્રગ્સ માટેનું સ્વર્ગ, 9 પાકિસ્તાનીઓએ પુછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા


શું છે ઘટના?
ઘટના છે રાજકોટ જિલ્લાના જસદણની, શહેરના વાજસુરપરામાં રહેતા પરણિત મહિલાએ તેના ઘરે પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. રીટાબેન અહીં તેના પરિવાર અને પતિ સાથે રહે છે, તેના પતિ વનમાળીદાસ ઉર્ફે મનોજ દેસાણી સાથે રહેતી હતી. પતિ વનમાળી ઘરે આવીને જોયું ત્યારે તેની પત્ની પંખા સાથે લટકીને મૃત્યુ પામી હતી. તેની પાસેથી તેને કે સ્યુસાઇટ નોટ મળી આવી હતી અને તેમાં તેની આત્મહત્યા પાછળનું સમગ્ર કારણ અને ચિતાર લખ્યો હતો. જસદણ પોલીસે ઘટના સ્થેળ જઈને તપાસ શરુ કરી હતી. સ્યુસાઇટ નોટના આધારે રીટાબેને મરવા મજબુર કરનાર અઝીમ રહીમભાઈ ડોડીયા નામના શખ્સની ઘર પક્કડ કરીને તપાસ હાથ ધરી છે. 


મુકબધીર બાળાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારને ફાંસીએ લટકાવી દેવાનો આદેશ


રીટાબેનનું મરવાનું કારણ શું હતું?
મરનાર રીટાબેનની આત્મહત્યા પાછળનું કારણ તેનો પ્રેમી હતો અને રીટાબેનને તેના પ્રેમીએ તેને પ્રેમમાં દગો આપતા રીટાબેને મોતને વ્હાલું કર્યું હતું. છેલ્લા 4 વર્ષથી રીટાબેનને તેનાજ વિસ્તારમાં રહેતા અઝીમ રહીમભાઈ ડોડીયા સાથે આંખ મળી ગઈ હતી. રીટાબેન આ અઝીમ સાથે પ્રેમમાં હતી. અઝીમ પરણિત હતો અને રીટા પણ પરણિત હતી. અઝીમે રીટાને લાલચ આપી હતી કે, હું મારી પત્નીને છૂટાછેટા આપીને તને પત્ની બનાવીશ અને આમ કહીને તેણે રીટા સાથે 4 વર્ષ સુધી અનેક વાર શરીર સબંધ બાંધ્યા હતા. જયારે એવું પણ કહી શકાય કે લગ્નની લાલચ આપીને અઝીમે રીટા ને 4 વર્ષ સુધી પોતાની વાસનાં સંતોષી હતી. 4 વર્ષ સુધી અઝીમના જુઠ્ઠા લગ્નના વાયદાથી ત્રાસેલી રીટાથી હવે અઝિમનો શારીરિક અને માનસિક ત્રાસ સહન થતો ન હતો અને તેણે પ્રેમીના જુઠ્ઠા વાયદા અને શારીરિક ત્રાસથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા તેને જુઠ્ઠા પ્રેમીના ત્રાસ અને પોતાની આપવીતી જેવી સ્યુસાઇટ નોટ લખીને અઝીમના ત્રાસનો ચિતાર આપ્યો. 


સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન


રીટાએ મરતા પહેલા લખેલ સ્યુસાઇટ નોટમાં અઝીમે તેને આપેલ લગ્નની લાલચ અને વારંવારના તેની સાથે શારીરિક સબંધ અંગે લખેલ છે.જેમાં અઝીમ જયારે જયારે રીટા સાથે વાત થાય અને જયારે તે રીટાને મળે ત્યારે મીઠી મીઠી વાત કરીને લગ્નની લાલચ આપતો. જે વિષે પણ લખેલ છે સાથે સાથે અઝીમ તેની પત્નીને છૂટાછેડા આપશે અને રીટાને તેની પત્ની બનાવશે તે વિષે પણ લખેલ હતું. રીટા બેનને પોતાની પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી હતી. આરોપી અજીમના શારીરિક અને માનસિક ત્રાસથી તંગ આવીને તે મોત વ્હાલું કરે છે તેવું પણ લખ્યું હતું તેવી માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે.


GUJARAT CORONA UPDATE: 15 નવા કેસ, 09 દર્દી સાજા થયા એક પણ મોત નહી


કોણ છે જુઠ્ઠો પ્રેમી અઝીમ રહીમ ડોડીયા
પ્રમિકાને મરવા મજબુર કરનાર અઝીમ રહીમભાઈ ડોડીયા જસદણ માં રહે છે અને રીટાબેન જે વિસ્તારમાં રહે છે તેજ વિસ્તારમાં માત્ર 1 ગલી ના અંતરે રહે છે, અને તે પરણિત છે, તેના પૂર્વ ઇતિહાસ અને ગુનાઓ બાબતે કોઈ માહિતી મળતી નથી. વાસના ભૂખ્યા પ્રેમીની મીઠી મીઠી વાતોની ચુંગાલમાં ફસાયેલ રીટાબેનને તેનો સપનાનો સંસાર તો ના મળ્યો પરંતુ જીવ આપવો પડ્યો. તમે પણ ચેતી ને રહેજો કોઈ ખોટા દેખાડા કરતા અઝીમની ચુંગાલમાં નહિ ફસાતા, નહીતો તમારે પણ ઘણું ગુમાવાનું આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube