સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન

શહેરના રાજવી જામસાહેબના આમંત્રણને માન આપી જામનગર પધારશે વિશ્વ વિખ્યાત સદ્દગુરુ જગ્ગી વાસુદેવજી. જામનગરના રાજવી જામસાહેબના પ્રતિનિધિ અને સત્યસાઈ વિદ્યાલય તેમજ કેડમસ સ્કૂલના CEO એકતાબા સોઢા દ્વારા આ કાર્યક્રમ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જગ્ગી સ્વામી આવવાના હોવાથી જામનગરના લોકો પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
સદ્ગુરૂ જગ્ગી સ્વામી બનશે જામનગરમાં મહેમાન, વિદેશથી પરત ફરતાની સાથે જ બનશે મહેમાન

મુસ્તાક દલ/જામનગર : શહેરના રાજવી જામસાહેબના આમંત્રણને માન આપી જામનગર પધારશે વિશ્વ વિખ્યાત સદ્દગુરુ જગ્ગી વાસુદેવજી. જામનગરના રાજવી જામસાહેબના પ્રતિનિધિ અને સત્યસાઈ વિદ્યાલય તેમજ કેડમસ સ્કૂલના CEO એકતાબા સોઢા દ્વારા આ કાર્યક્રમ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જગ્ગી સ્વામી આવવાના હોવાથી જામનગરના લોકો પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના સદ્દગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વભરમાં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શન અને પકૃતિના સંરક્ષણ માટે ખુબ જ વિખ્યાત છે. તાજેતરમાં વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોની માટીના સંશોધન બાદ તેવા તારણ પર આવ્યા છે કે સમગ્ર વિશ્વની માટીનું પોષક મુલ્ય ઘટતું જાય છે. ગત 21 માર્ચથી સદ્દગુરુએ આ સમસ્યા સમગ્ર વિશ્વને વાકેફ કરાવવા એક અનોખો ઝુંબેશ હાથ ધરી છે. જેના હેઠળ તેઓ વિશ્વના 29 દેશોમાં પોતે અંદાજે 30 હજાર કી.મી. બાઈક ચલાવી દરેક દેશના નીતિકારોને મળી માટીને લઈ નીતિમાં ફેર બદલના સૂચનો આપશે તેમની આ ચળવળને વિશ્વના બધા જ દેશોએ ખુલ્લા હૃદયથી આવકાર્યું છે.

જામનગરના રાજવી જામસાહેબ કે જે ખુદ પ્રકૃતિ પ્રેમી અને સંરક્ષણકતા છે. તેઓએ સદગુરૂને તેમના વિદેશ પ્રવાસ બાદ જ્યારે ભારત પરત પધારે ત્યારે જામનગરની પવિત્ર ભૂમિ તેમનું ભવ્ય સ્વાગત કરશે. જામસાહેબ બાપુના આમંત્રણને સદ્ગુરુએ ખુબ જ ગૌરવથી સ્વીકાર કર્યો છે. એક્તાબા સોઢા જે કેડમસ અને સત્યસાંઈ સ્કૂલના સીઈઓ અને જામસાહેબના પ્રતિનિધિ છે. તેઓ સદગુરૂના ભવ્ય સ્વાગતનું નેતૃત્વ કરશે. સદગુરૂ પોતે જામનગરની ધરતી પર પધારે જામનગરવાસીઓ સૌ માટે આશીર્વાદ સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news