રાજકોટમાં બુટલેગરો બેફામ, પોલીસ પર 15 દિવસમાં બીજો હુમલો થતા ચકચાર
શહેરમાં માત્ર પંદર દિવસમાં જ પોલીસ પર હુમલો થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પણ આ પ્રકારનાં તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મોટા ગામના સ્મશાન પાસે આવેલા નવદુર્ગાપરામાં પોહીબિશન હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે દરોડા દરમિયાન સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં પોલીસ જીપ ઉપરાંત ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
રાજકોટ : શહેરમાં માત્ર પંદર દિવસમાં જ પોલીસ પર હુમલો થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પણ આ પ્રકારનાં તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મોટા ગામના સ્મશાન પાસે આવેલા નવદુર્ગાપરામાં પોહીબિશન હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે દરોડા દરમિયાન સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં પોલીસ જીપ ઉપરાંત ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
રાજકોટમાં વધારે એક ઉંટવૈદ્ય પકડાયો, 10 પાસ હોવા છતા કરતો હતો ડોક્ટરની પ્રેક્ટિસ
સમગ્ર બાબતે વિગતે મળતી માહિતી અનુસાર 16 ડિસેમ્બરે રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મવાં ગામના સ્મશાન સાથે આવેલા નવદુર્ગાપરામાં આવેલ એક ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી. પોલીસે દરોડો પાડતા ઓરડીમાંથી કેટલીક બ્રાન્ડની ભરેલી બોટલો અને ખાલી બોટલો મળી આવી હતી. ઓરડી નાની હોવાથી મુદ્દામાલની ગણત્રી શક્ય નહી હોવાથી પોલીસે ભરેલા દારૂના બોક્ષ સરકારી વાહનોમાં મુક્યા તા. ઓરડીની બહાર પાર્ક કરવામાં આવેલું એક્ટીવા પણ પોલીસે કબ્જે કર્યું હતું.
આ સ્કુલ મુખ્ય સુત્રધાર અંકિત પરમારનું હોવાનું તેમ જ આ સ્કૂટર દ્વારા દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મુદ્દામાદ કબ્જે કરી ઓરડીમાં ઝડપાયેલા બંન્ને આરોપીઓને સરકારી ખાનગી વાહનોમાં બેસાડી પોલીસ સ્ટેશન તરાફ જઇ રહ્યા હતા તે સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આ અંગે કેસ દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube