પુત્રની બિમારીથી કંટાળેલી જનેતાએ જ શુભ ચોઘડીયું જોઇ હત્યા કરી નાખતા ચકચાર
રાજકોટનાં કુવાડવા રોડ પર માંએ પોતાની મમતા છોડીને પોતાના જ પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પુત્રની બિમારીથી કંટાળેલી જનેતાએ પોતાનાં જ દુપટ્ટાથી પુત્રની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતા યોગ્ય ઢબે તપાસ કરતા હત્યા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ : રાજકોટનાં કુવાડવા રોડ પર માંએ પોતાની મમતા છોડીને પોતાના જ પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પુત્રની બિમારીથી કંટાળેલી જનેતાએ પોતાનાં જ દુપટ્ટાથી પુત્રની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતા યોગ્ય ઢબે તપાસ કરતા હત્યા હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર દેશમાં રાત્રે 9 વાગ્યે દીવડા અને ફ્લેશથી ઝગમગી ઉઠ્યું રાષ્ટ્ર, એકતાનું અદ્ભુત ઉદાહરણ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર દક્ષાબેન ડાગરીયા પોતાનાં પરિવાર સાથે રાજકોટનાં રણછોડવાડી વિસ્તારમાં રહે છે. પોતાનો પુત્ર પ્રિન્સ (ઉં.વ 17) મગજમાં ગાંઠોની બિમારી હોવાથી પીડાતો હતો. જેના કારણે તે સતત બિમાર રહેતો હતો. દક્ષાબેન પુત્રની બિમારી અને સંતાનને રિબાતું જોઇને દ્રવી ઉઠ્યા હતા. 5 એપ્રીલે આખરે તેમણે પોતાના જ પુત્રની હત્યા કરી નાખી હતી. જો કે હત્યા પણ તેમણે સારૂ મુહર્ત જોઇને કરી હતી. જેથી આગલા જનમમાં પુત્ર ફરી આવી બિમારીઓથી ના પીડાય.
મચ્છીપીઠ અને નાગરવાડા માસ ક્વોરન્ટીન, અન્ન સેવા કરનાર વૃદ્ધના પોઝિટિવ રિપોર્ટથી હડકંપ
પોતાના દિકરાને નીચે જમીન પર સુવડાવીને દુપટ્ટો ગળામાં બાંધીને બીજો છેડો સિલાય મશીન સાથે બાંધી દીધો હતો. મશીન વહેતું મુકતા પુત્રના ગળે ટુપો આવી ગયો હતો. જો કે પુત્ર પલંગ પરથી પડી જતા મૃત્યુ પામ્યો હોવાની કેફિયત તેમણે પોલીસમાં આપી હતી. જો કે પોસ્ટમોર્ટમમાં ગળે ટુપો આપીને હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કડક હાથે પુછપરછ કરતા આખરે ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube