મચ્છીપીઠ અને નાગરવાડા માસ ક્વોરન્ટીન, અન્ન સેવા કરનાર વૃદ્ધના પોઝિટિવ રિપોર્ટથી હડકંપ

વડોદરામાં વધારે એક કેસ પોઝીટીવ નોંધાયો છે અને વડોદરા જિલ્લા કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 રિકવર થઇ ચુક્યા છે. જ્યારે એકનું મોત થઇ ચુક્યું છે. વડોદરાનાં પોઝિટિવ આવનાર 54 વર્ષીય વૃદ્ધ સયાજી હોસ્પિટલમાં અન્ન સેવા આપવાનું કામ કરતા હતા. જ્યારે છોટાઉદેપુરનાં બોડેલીનાં 60 વર્ષીય વૃદ્ધ દિલ્હી જમાતમાં ગયા હતા. બંન્ને પરત ફર્યા બાદ પરત ફરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા તત્કાલ મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરિન્ટીન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ન સેવા પણ તત્કાલ અટકાવવા માટેનો આદેશ અપાયો છે.
મચ્છીપીઠ અને નાગરવાડા માસ ક્વોરન્ટીન, અન્ન સેવા કરનાર વૃદ્ધના પોઝિટિવ રિપોર્ટથી હડકંપ

વડોદરા : વડોદરામાં વધારે એક કેસ પોઝીટીવ નોંધાયો છે અને વડોદરા જિલ્લા કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 રિકવર થઇ ચુક્યા છે. જ્યારે એકનું મોત થઇ ચુક્યું છે. વડોદરાનાં પોઝિટિવ આવનાર 54 વર્ષીય વૃદ્ધ સયાજી હોસ્પિટલમાં અન્ન સેવા આપવાનું કામ કરતા હતા. જ્યારે છોટાઉદેપુરનાં બોડેલીનાં 60 વર્ષીય વૃદ્ધ દિલ્હી જમાતમાં ગયા હતા. બંન્ને પરત ફર્યા બાદ પરત ફરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા તત્કાલ મચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરિન્ટીન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ન સેવા પણ તત્કાલ અટકાવવા માટેનો આદેશ અપાયો છે.

હાલ તો તંત્રમાં ટેન્શનમાં છે કે, આ અન્ન સેવા કરનારા વૃદ્ધ સેંકડો લોકોને મળી ચુકેલા છે. આ ઉપરાંત વારંવાર ક્વોરોન્ટીનનો ભંગ કરનારા પાસા હેઠળ જેલમાં ધકેલી દેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ઉચ્ચે પોલીસ અધિકારીઓ દ્વારા પણ નાગરવાડા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. હાલ તમામ તબલઘીઓ પર નજર રખાઇ રહી છે. તમામને ગોત્રી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. 

આરોગ્ય વિભાગ તત્કાલ પગલા લઇને વડોદરા પહેલીવાર મચ્છીપીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયો છે. બંન્ને વિસ્તારમાં માસ ક્વોરન્ટીન કરાયા છે. રાહત માટેનાં કામ માટે કોઇ પણ સંસ્થાને મંજુરી આપવામાં નહી આવે. જો કોઇ સેવા કરવા ઇચ્છતું હોય તો તેઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં દાન આપી શકે છે. 

મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નાગરવાડા વિસ્તારનાં 54 વર્ષીય વૃદ્ધ ફિરોઝ પઠાણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સયાજી હોસ્પિટલમાં અન્ન સેવા આપવાનું કામ કરતા હતા. હાલ નાગરવાડા વિસ્તારમાં પોલીસ કાફલો તહેનાત કરાયો છે. વૃદ્ધના પત્ની અને બે બાળકો આજવા રોડ ખાતે ક્વોરન્ટીન કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news