રાજકોટ : પાણીની સમસ્યાને લઈને રાજકોટ જિલ્લાના આટકોટમાં લોકોએ પાણી નહિ મળતા રોષે ભરાયા હતા. માટલા ફોડીને વિરોધ કર્યો હતો. આટકોટમાં પીવાના પાણી પૂરું પાડવા માટે તમામ વ્યવસ્થા છે પરંતુ વહીવટી અણઆવડત અને બેદરકારીને લીધે કોઈના ઘરે પાણી નથી પહોંચતું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં પાણીને લઈને લોકો હેરાન પરેશાન છે. આજે આટકોટના કૈલાશ નગરના લોકો રોષે ભરાયા હતા. આજે પાસે આવેલ પાણી વિતરણ કરવાના ટાંકા પાસે ભેગા થઈને પીવાના પાણીના માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પીવાના પાણીની માંગ કરી હતી. કૈલાશ નગરમાં અંદાજીત 4 હજાર જેટલા લોકો રહે છે. અહીં રોજિંદી પાણી જરૂરિયાત મુજબ અહીં પાણી આવતું નથી. સરકાર દ્વારા અહીં પાણીના 2 ટાંકા બનાવ્યા છે પરંતુ તેમાં પાણી આવતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનકાયદેસર સિરપનું વેચાણ કરી રહેલા બે લોકોને SOG એ ઝડપી લીધા, યુવાધનને કરતા બરબાદ


જેને લઈને આજે અહીં મહિલાઓ ભેગી થઇ હતીને માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે, અહીં તેવોને 10 દિવસે પાણી આપવામાં આવે છે. તે પણ પૂરતું નથી હોતું જેને લઈને અહીંના લોકોએ પાણી માટે દૂર દૂર જવું પડે છે. પાણી માટે સતત હેરાન થતી મહિલાઓએ દર 3 દિવેસ પાણી આપવાની માંગ કરી છે. આટકોટમાં પાણી પૂરું પાડવાં માટે સરકાર દ્વારા વ્યવસ્થા તો કરવાં આવી છે. અહીં 2 જેટલા પાણીના ટાંકા શ્યામ મુખર્જી યોજના હેઠળ 23 લાખના ખર્ચે બનવવામાં આવ્યા છે. જો કે તે શોભાના ગાંઠિયા જેવા છે. પાણીં નથી, આટકોટ ગ્રામ પંચાયત દ્વારા પાણી બાબતે વારંવાર રજૂઆતો થયેલ છે, પરંતુ ગ્રામ પંચાયતના સભ્યના કહેવામા મુજબ જયારે ટાંકા બન્યા ત્યારે ટાંકા લીક હતા. જેથી તેનો ઉપયોગ થઇ શક્યો નહિ. હવે ટાંકામાંથી પાણી માટે વીજ કનેકશન જોઈએ છે. જેના માટે પૈસા ભરવાના બાકી હોવાથી વીજ કનેક્શન નહી હોવાના કારણે ટાંકામાં પાણી આવતું નથી. લોકોને પાણી મળતું નથી.


ખેડૂતોને હવે પાકની રક્ષા પ્રાણીઓથી જ નહી પરંતુ ચોરોથી પણ કરવાની, કેરી ચોર ગેંગ સક્રિય


પાણીને જીવન જરૂરિયાત ગણવામાં આવે છે અને લોકોને પાણી પૂરું પાડવા માટે જે વીજ આપવાની હોય તે ક્યારેય રોકી ન શકાય તેવો નિયમ છે. ત્યારે જસદણ PGVCL દ્વારા પાણી પૂરું પાડવા માટે જરૂરી વીજળી રોકી હતી અને તેની પાછળ આટકોટ ગ્રામ પંચાયત અગાવના અંદાજીત 5 લાખ રૂપિયા વસુલ કરવાના બાકી હતા. જરૂરી ડોક્યુમેન્ટ નો હોવાના કારણે સમસ્યા સર્જાય હતી અને વીજ જોડાણ રોકાયું હતું, અને હવે PGVCL ટૂંક સમયમાં વીજ કનેકશન આપવાની હૈયા ધારણા આપેલ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube