સુરતઃ સુરતના વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા, તેની પત્ની સહિત 12 લોકોએ 3 બેંકોમાં ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મુકી 33.25 કરોડનું લોન કૌભાંડ કર્યુ છે. આ સમગ્ર કૌભાંડમાં યુનિયન બેંકના મેનેજર ગૌતમ જૈાનકીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરતાં પોલીસે બિલ્ડર, તેની પત્ની, ભાભી, બેંક અધિકારી સહિત 12 સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલ આ મામલે ઈકોસેલે બિલ્ડર, પત્ની, ભાભી સહિત 6ને પકડી પાડી જેલ ભેગા કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સિંગણપોરમાં શ્રીજી કોર્પોરેશને દેવ પ્રયાગ રેસીડન્સી સોસાયટી બનાવી હતી. જેના 6 ભાગીદારો પૈકી અશ્વિન વિરડીયાને દેવ પ્રયાગ રેસીડન્સીની બિલ્ડિંગ નં-એ-1ના પાવર ઓફ એર્ટની આપી હતી. વર્ષ 2012માં બિલ્ડરે પાવરના આધારે ફલેટ મહેશ ત્રિવેદીને વેચાણ કર્યો હતો. બાદમાં બિલ્ડરે તે ફલેટ બીજીવાર તેની ભાભી અસ્મિતાને વેચાણ કર્યો હતો. બિલ્ડરે ત્રીજીવાર આ ફલેટ રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચાણ કર્યો હતો. બિલ્ડરે તે જ ફલેટ વર્ષ 2016માં મહેશ ત્રિવેદી પાસેથી ખરીદ્યો હતો. બિલ્ડરે વેચાણ કરેલા ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મુકી ખરીદનાર અને 14 લોકોએ આસ્થા એન્ટરપ્રાઇઝના નામે પંજાબ નેશનલ બેંકમાંથી 10 કરોડની લોન લીધી હતી.


આ પણ વાંચોઃ દેશનો સૌથી લાંબો સાયકલ ટ્રેક બન્યો ગુજરાતના આ શહેરમાં, 75 કિમી સુધી સરરર દોડશે સાયકલ


બિલ્ડરે તે જ મિલકતો પર નાસિક મર્ચન્ટ બેંકમાંથી 23 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચેલા ફલેટ પર બંનેના નામે 25 લાખની લોન અપાવી હતી. 3 બેંકોમાંથી બિલ્ડરે, તેના પરિવાર, વેલ્યુઅર, બેંક મેનેજર સાથે મળી 33.25 કરોડનુ લોન કૌભાંડ કર્યુ હતું. બેંક મેનેજર ગૌતમે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતા 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ગુના ના આધારે ઇકો સેલ દ્વારા અશ્વિન વિરડિયા,રીટા વિરડિયા અસ્મિતા વિરડિયા,રાજેશ દેવાણી, વિપુલ દેવાણી,જાલધરનાથ જાધવ, નાસિક મર્ચન્ટ બેંકનો મેનેજરની ધરપકડ કરી હતી. 


જ્યારે લોન ગેરેન્ટર તરીકે રહેલા મહેશ ત્રિવેદી તથા દિનેશ દેવજી કછાડિયા, આરબીઆઇ તરફથી નિમણૂક થયેલ જય ભોરિયા, 23 કરોડની લોન મંજૂર કરનાર અમૃતા સાઠે, 23 કરોડની લોન મંજૂર કરનાર નાસિક મર્ચન્ટ બેંકનો લોન મેનેજર બાળાસાહેબ આહીર, નાસિક મર્ચન્ટ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી અમિત ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube