ગુટખા ખાનારાઓ સાવધાન: સુરતમાંથી મળ્યું એવુ કાંઇક કે તમે ચોંકી ઉઠશો !
સુરતની ઉધના પોલીસને બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. જ્યાં બાદમાં આ બનાવટી ગુટખાનું શહેરના માર્કેટમાં વેચાણ કરી મસમોટો નફો રળી લેવામાં આવતો હતો. મળેલ માહિતીના આધારે ઉધના પોલીસે સમી સાંજે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં દરોડો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું.
તેજસ મોદી/ સુરત: સુરતની ઉધના પોલીસને બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બ્રાન્ડેડ કંપનીના ગુટખાનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. જ્યાં બાદમાં આ બનાવટી ગુટખાનું શહેરના માર્કેટમાં વેચાણ કરી મસમોટો નફો રળી લેવામાં આવતો હતો. મળેલ માહિતીના આધારે ઉધના પોલીસે સમી સાંજે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં દરોડો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું.
ભરૂચ : 7 દિવસથી કોમામાં રહેલો યુવાનનું મોત, ઘટના છે ચોંકાવનારી
જ્યાં આ રેકેટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુટખા ખાવાના શોખીન લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે ગુટખાના શોખીન છો, તો ચેતી જજો કારણ કે સુરતના બજારમાં હવે બનાવટી ગુટખાનું વેચાણ શરૂ થયું છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નિવડી શકે છે. શહેરના બજારમાં બનાવટી ગુટખાના વેચાણ અંગેની માહિતીના આધારે ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. ઉધના ચંદ્રદીપ સોસાયટીના પ્લોટ નંબર 12,13 માં આવેલ એક મકાનમાં બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હોવાની માહિતી ઉધના પોલીસના સ્ટાફને મળી હતી.
રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા
જ્યાં પોલીસે સમી સાંજે ચંદ્રદીપ સોસાયટીના પ્લોટ નંબર 12,13 માં દરોડો મારતા બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું. પોલીસને અહીંથી બ્રાન્ડેડ કંપનીના ગુટખા સહિત તમબાકું અને મોટા પ્રમાણમાં સોપારીના જથ્થા તેમજ સાધન સામગ્રી મળી આવી હતી. જ્યાં પોલીસે ઘટના સ્થળથી એક ઇસમની અટકાયત કરી હતી. પોલીસના દરોડા દરમ્યાન મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક વજન કાંટા, પેકીંગ મશીન, સોપારીનો મોટો જથ્થો તેમજ બનાવટી ગુટખા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ ઉપરાંત મશીનરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવટી ગુટખાનો આ કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે તે અંગેની તપાસ હાલ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube