ભરૂચ : 7 દિવસથી કોમામાં રહેલો યુવાનનું મોત, ઘટના છે ચોંકાવનારી

એક અઠવાડિયા પહેલા ત્રણ ઈસમોએ ભેગા મળી આ યુવાનને માર માર્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે ભરૂચની વેકફેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાને આજરોજ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો

Updated By: Feb 19, 2020, 09:04 PM IST
ભરૂચ : 7 દિવસથી કોમામાં રહેલો યુવાનનું મોત, ઘટના છે ચોંકાવનારી

ભરત ચુડાસમા/ભરૂચ: જિલ્લાના વાગરાના સાયખા ખાતે પરિણીતાની છેડતીની આશંકાએ એક યુવાનને તેના જ સમાજના યુવાનોએ ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. એક અઠવાડિયા પહેલા ત્રણ ઈસમોએ ભેગા મળી આ યુવાનને માર માર્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે ભરૂચની વેકફેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાને આજરોજ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. હવે મારામારીના ગુના બાદ ફરી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે.

રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા
ભરૂચ જિલ્લાના વાગરાની સાયખા  જીઆઈડીસીમાં રહી મજુરી કામ કરતા શ્રમજીવીઓ વચ્ચે  ૭ દિવસ પૂર્વે રાત્રીના માથાકૂટ થઇ હતી. જેમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાના કારણે પોલીસે મારામારીના ગુના બાદ તરત જ આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસને અંદાજો આવી ગયો હતો કે જે યુવક દિનેશ કાન્જીને માર માર્યો છે તેની હાલત અત્યંત નાજુક હોઈ જેથી આ આરોપીઓના જામીન ન થાય એવી તકેદારી રાખી હતી. આજ રોજ સવારે દિનેશનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે.

મોદી સરકારે આપી ભેટ, ગુજરાતી ખેડૂતોમાં ખુશીની લહેર, આભાર વ્યક્ત કર્યો
સાયખા જીઆઈડીસીમાં આવેલ જય કેમિકલ કોલોનીમાં રહેતા અને મૂળ દાહોદનો રહેવાસી ૨૩ વર્ષીય દિનેશ સંગાડીયા ગત રાત્રીના આર.કે.સિન્થેટીક કંપનીમાં કામ કરતા તેના સંબંધી પાસે ગયો હતો. આ દરમ્યાન ત્યાં હાજર મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતા ચિરાગ ખાડિયા, દુલા નીનામા અને મુકેશ ભુરીયાએ દિનેશ પર અચાનક હુમલો કરી દીધો હતો. દિનેશને લાકડાના સપાટા માર્યા હતા, જેના કારણે દિનેશ કોમામાં જતો રહ્યો હતો. અને આજે ઘટનાના સાત દિવસ બાદ દિનેશનું મોત નીપજ્યું હતું. દિનેશ આરોપીઓની પત્નીની છેડતી કરતો હોવાની આશંકાએ તેને માર મારવામાં આવ્યો હતો એવી ગેરસમજમાં દિનેશને માર મારવામાં આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાગરા પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. સમગ્ર ગુના અંગેની ગુના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube