સુરતમાં કપડા તૈયાર કરનાર બ્યુટીક અને જ્વેલરીકારોએ શરૂ કરી નવરાત્રિની તૈયારી
નવરાત્રિના પર્વને લઇ હવે ગણતરીના જ દિવસો બાકી છે તેમ છતા આ વખતે નવરાત્રિનુ આયોજન કરવુ કે કેમ તે અંગે અંસમજસની સ્થિતિ સર્જાય છે.
ચેતન પટેલ, સુરતઃ હાલ સમગ્ર દેશમા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વર્ષે નવરાત્રિ કરવી કે નહિ તે અંગે રાજય સરકાર અસંમજસની સ્થિતિમા મુકાઇ છે. બીજી તરફ અસંમજસની સ્થિતિની વચ્ચે ખૈલેયાઓના કપડા તૈયાર કરનાર બ્યુટીક તથા જવેલરીકારોએ હાલ તૈયારી કરી નાંખી છે. જો રાજય સરકાર દ્વારા નવરાત્રિની પરવાનગી આપે તો છેલ્લા સમયે દોડાદોડી ન થાય તે માટે આગોતરુ આયોજન કરી નાંખવામા આવ્યુ છે. બીજી તરફ જો નવરાત્રિની પરવાનગી નહિ આપવામા આવશે તો બ્યુટીક અને જવેલરીકારોને લાખો રુપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવશે.
છેલ્લા સાત મહિનાથી સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તમામ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. બેરોજગારીનો દર પણ વધી ગયો છે. ત્યારે નવરાત્રિના પર્વને લઇ હવે ગણતરીના જ દિવસો બાકી છે તેમ છતા આ વખતે નવરાત્રિનુ આયોજન કરવુ કે કેમ તે અંગે અંસમજસની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ સરકારના નિર્ણયની રાહ જોયને બેઠેલા બ્યુટીક સંચાલકો અને જવેલરીકારો દ્વારા પણ આખરે તૈયારીઓ કરીને બેઠા છે. બ્યુટીક સંચાલકોની વાત કરીએ તો અલગ-અલગ ડિઝાઇનના કપડા દર વર્ષે તૈયાર થતા હોય છે. નવરાત્રિના દસ દિવસ સુધી તેઓ અલગ અલગ ડિઝાઇનના કપડા તૈયાર કરી ખૈલેયાઓ સુધી પહોંચાડતા હોય છે. જો કે આ વર્ષે ખૈલેયાઓમા ઉત્સાહ ઓછો જોવા મળતા ઓર્ડર ખુબ જ ઓછા મળ્યા છે. સાથોસાથ બ્યુટીક સંચાલકો દ્વારા પહેલેથી જ તૈયારીઓ કરી નાંખવામા આવી છે કે જેથી રાજય સરકાર છેલ્લી ઘડીએ પરવાનગી આપે તો દોડાદોડી નહિ રહે અને ઓર્ડર પુરા કરી શકે. જો આ વર્ષે નવરાત્રિ રદ્દ થશે તો એક બ્યુટીકકારને અંદાજિત બે થી ત્રણ લાખનુ નુકશાન જશે.
લોકો પાસેથી માસ્કના નામે દંડ વસૂલતો શખ્સ ઝડપાયો, દારૂના નશામાં હતો ચૂર
આ તો વાત થઇ બ્યુટીકકારની. જેવી બ્યુટીકકારની પરિસ્થિતિ છે તેવી જ સ્થિતિ જવેલરીકારની છે. જવેલરીકારો દ્વારા તો નવરાત્રિના પર્વના દસ મહિના પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દેવામા આવતી હોય છે. હસ્તકલાથી તમામ જવેલરી તૈયારીઓ કરવામા આવતી હોય છે. આ સાથે નવરાત્રિના દસ દિવસ સુધી વિવિધ એક્ઝિબિશનમા પણ તેઓ ભાગ લેતા હોય છે. ઘરેથી પણ તેઓ વિવિધ ઓર્ડર પુરા કરતા હોય છે. પરંતુ હાલ હાલ જવેલરીકારો પણ સરકારના નિર્ણયની રાહ જોયને બેસી રહ્યા છે. જો સરકાર દ્વારા નવરાત્રિના પર્વના આયોજનની મંજુરી આપવામા નહિ આવશે તો તેમને આખા વર્ષની મહેનત પાણીમા જશે અને લાખો રુપિયાનુ નુકશાન જવાની ભીતી સેવવામા આવી રહી છે.
હાલ તમામ લોકો એક જ આશ લઇને બેઠા છે કે સરકાર કેટલાક નિયમોની સાથે નવરાત્રિના આયોજનની મંજુરી આપવામા આવે કે જેથી મહદઅંશે તેમને નુકશાનના જાય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube