પ્રશાંત ઢીવરે/સુરત: સિંગણપોર ડભોલી પોલીસ મથકના 22 વર્ષય વિદ્યાર્થીને અજાણ્યા શખ્શોએ ગ્રીન્ડર એપમાં ચેટીંગ કરીને મળવા માટે બોલાવ્યા બાદ વરિયાવના એક ખેતરમાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. એટલું નહીં તેની પાસેથી 10 હજાર પણ પડાવી લીધા હતા. વિદ્યાર્થીએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ચાર આરોપી ની ધરપકડ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત! આ બે તારીખે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મેઘો કરશે


નાની વેડ ખાતે રહેતો 22 વર્ષય યુવક એમકોમનો વિદ્યાર્થી છે ગ્રીન્ડર એપ પર તેનો સંપર્ક શક્તિ અને તબરીશની સાથે થયો હતો. બંનેએ વાત દરમિયાન યુવક ના ફોટા મંગાવ્યા બાદ મળવા માટે બોલાવ્યો હતો. 2 ઓક્ટોબરે યુવકને મળવા બોલાવ્યો હતો. યુવકને વરિયાવના રેલવે ફાટક અને કેનાલ ઓળંગી એક ખેતરમાં લઇ ગયો હતો. અહીં આ યુવકે યુવકને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા કહ્યું હતું. પરંતુ યુવક એ ના પાડતા જ ત્યાં બીજા ત્રણ યુવકો આવી ગયા હતા. જેમાંથી એક ઇસમે યુવકનો મોબાઇલ આંચકી લીધો હતો, અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને ઢીકમુક્કીનો માર માર્યો હતો. 


હવે ખેલૈયાઓ મોજથી ગરબે ઘૂમશે! નવરાત્રિના 9 દિવસ હાર્ટ એટેક ટચ પણ નહીં કરે, કરાઈ ખાસ


આ સાથે યુવકનો ફિંગરપ્રિન્ટથી મોબાઇલ ખોલીને યુવકને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરાવી તેનો વીડિયો પણ બનાવાયો હતો. બાદમાં યુવક પાસેથી 30 હજાર રૂપિયાની માંગણી કરાઇ હતી. યુવકે તેની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું તો મિત્રોને કોલ કરી ઓનલાઇન ટ્રાન્સફર કરાવવા કહેવાયું હતું. ત્યારબાદ આ યુવકે બીજા મિત્રોને ફોન કરીને ઓનલાઇન 10 હજાર મંગાવ્યા હતા અને તે રૂપિયા અજાણ્યાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા અજાણ્યાઓએ વધુ રૂપિયાની માંગણી કરતા યુવકે વધું બે મિત્રો અન્ય મિત્ર ને કોલ કર્યો હતો. જો કે તેઓ રૂપિયા આપી શક્યા ન હતા. ત્યારબાદ યુવકે તેઓએ ત્યાંથી મુક્ત કરી દીધો હતો. 


ભારત પાકિસ્તાન મેચ જોવા જતા પહેલાં તમારી ટીકીટ અસલી છે કે નકલી? આ રીતે ચકાસી લેજો


બીજા દિવસે તબરીશે ફરી યુવકે કોલ કર્યો અને 5000 રૂપિયાની માંગણી કરી હતી. તે વારંવાર કોલ કરવા માંડ્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધના ક્રુત્યનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આખરે યુવકે પિતરાઇ ભાઇને ફોન કરીને જાણ કરી હતી. પિતરાઇએ પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા યુવકે સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી વરિયાવ ગામ માં રહેતા ચાર આરોપી ની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે તેમણે આ રીતે અન્ય કોઈ યુવક ને પોતાનો શિકાર નથી બનાવ્યો ને...?


રોમાંચનો માહોલ! આ હોટલમાં ટીમ ઇન્ડિયાનું કેવી રીતે કરાયું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત?